તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 18 ફરસાણની દુકાનમાં ચેકિંગ, 5 વેપારીને નોટિસ

18 ફરસાણની દુકાનમાં ચેકિંગ, 5 વેપારીને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અડધો શ્રાવણ માસ પૂરો થયા બાદ પેટીસના વેપારીઓ તેમજ ફરસાણ, નમકીનની દુકાનોમાં ચેકિંગ શરૂ કર્યું છે. 18 દુકાનોમાં ચેકિંગમાં પાંચ આસામીઓને ત્યાંથી 26 કિલો વાસી અખાદ્ય પદાર્થો મળી આવતા નાશ કરવામાં આવ્યો છે. તેમજ બેદરકારી બદલ પાંચ વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે સંતકબીર રોડ પર આવેલા જે.કે. નમકીન અને ચામુંડા ડેરી ફાર્મમાં ચેકિંગ કરતા વાસી ખોરાક મળી આવતા નોટિસ આપી હતી. આ ઉપરાંત બ્રાહ્મણિયાપરા મેઇન રોડ પરની બાલાજી નમકીન ફરસાણ, ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, પેડક રોડ પર રામદેવ નાસ્તા સેન્ટરમાં પણ વાસી ખોરાક મળી આવતા નોટિસ આપવામાં આવી છે અને 26 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. મનપાની ટીમે સંતકબીર રોડ પરની રામદેવ ભેળ, મયૂર ફાસ્ટફૂડ, શ્રીરામ ફરસાણ, બ્રાહ્મણિયાપરા મેઇન રોડ પરની શ્રીરામ ડેરી ફાર્મ, બાલાજી ફરસાણ, ભેરૂનાથ નમકીન, પેડક રોડ પરની રાધે શ્યામ ડેરી ફાર્મ, સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મ, બાલાજી નમકીન, બાપા સીતારામ ગાંઠિયા રથ, જય સિયારામ ફરસાણ, કુવાડવા રોડ પરથી મહાલક્ષ્મી ડેરી ફાર્મ, શિવમ ફરસાણમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અડધો શ્રાવણમાસ પૂરો થઇ ગયા બાદ પેટીસના વેપારીઓને દંડ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...