તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહારાણા પ્રતાપ સંસ્થાન દ્વારા સ્કીલ એવોર્ડ સેરેમની

મહારાણા પ્રતાપ સંસ્થાન દ્વારા સ્કીલ એવોર્ડ સેરેમની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાણા પ્રતાપ સંસ્થાન દ્વારા સ્કીલ એવોર્ડ સેરેમની


રાજકોટ : મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન દ્વારા સ્કીલ એવોર્ડ સેરેમની ક્ષત્રિય સમાજના ભાઇઓ, બહેનો માટે યોજવામાં આવી હતી. રાષ્ટ્રપતિચંદ્ર, રમતગમત ક્ષેત્રે, એનસીસી સી પ્રમાણપત્ર, બ્રેવરી એવોર્ડ તથા વેપાર-ઉદ્યોગ, સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર ક્ષત્રિય સમાજના 100 ભાઇઓ, બહેનોને સ્કીલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. શંકરસિંહ વાઘેલા, ડો.યોગરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

પુનિત ભજન સમાજ દ્વારા ધૂન, ભજનનો કાર્યક્રમ
રાજકોટ : પુનિત ભજન સમાજ દ્વારા ધૂન, ભજનનો કાર્યક્રમ 30 જૂનને શનિવારે રાતે 9.30 થી 11.30 વિનોદરાયભાઇ ભૂપતાણીને ત્યાં, જલારામ કૃપા, 1-મોમ્બાસા એવન્યુ પાર્ક, 150, ફૂટ રિંગ રોડ, રૈયા ટેલફોન એક્સચેન્જ પાછળ યોજાશે.

મારુતિ નંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ
રાજકોટ : મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ 1 જુલાઇના સવારે 9.30 થી 1.30 નારાયણી આયુર્વેદ, લાલપાર્ક મેઇન રોડ, શિવ શ્રધ્ધા સોસાયટી રાજકોટમાં યોજાશે. પેટ, વાળ, ચામડીના રોગમાં નિદાન કરી અપાશે.

મહાશક્તિ હેલ્થ સેન્ટર દ્વારા સુવર્ણપ્રાશન કેમ્પ
રાજકોટ : જન્મના 6 દિવસથી 12 વર્ષ સુધીના બાળકો માટે રાહતદરે સુવર્ણપ્રાશન કેમ્પ જન આરોગ્ય એજ્યુકેશન એન્ડ યોગ સંસ્થાન સંચાલિત મહાશક્તિ હેલ્થ સેન્ટર દ્વારા 1 જુલાઇના સવારે 9 થી 12 મહાશક્તિ હેલ્થ સેન્ટર, 1/6 વાણિયાવાડી મેઇન રોડ રાજકોટમાં યોજાશે. બાળકોના સારા આરોગ્ય માટે સુવર્ણપ્રાશનના ટીપા અમૃત સમાન હોય વાલીઓએ બાળકોને કેમ્પમાં બાળકો લાવી ટીપા પીવડાવવા માટે ડો.મહેશ ચાવડાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...