• Gujarati News
  • National
  • હાઇકોર્ટના કેસના કારણે RTE હેઠળ એડમિશનનું બીજુ લિસ્ટ જાહેર નહીં થાય

હાઇકોર્ટના કેસના કારણે RTE હેઠળ એડમિશનનું બીજુ લિસ્ટ જાહેર નહીં થાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે ત્યારે પ્રથમ લિસ્ટની મુદ્દત પૂરી થઇ ગયા બાદ પણ લઘુમતી શાળાનું પ્રમાણપત્ર ધરાવતી અને લઘુમતી સ્કૂલો હોવાનો માત્ર દાવો કરતી ખાનગી સ્કૂલો હાઇકોર્ટમાં જતા બીજુ લિસ્ટ હાલમાં જાહેર ન કરવા નિર્ણય કરાયો છે. હાઇકોર્ટનો ચુકાદો આવે ત્યાર બાદ બીજુ લિસ્ટ જાહેર કરાશે તેમ જાણવા મળે છે.

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ.જોશીએ જણાવ્યા અનુસાર ગુજરાતની 178 ખાનગી સ્કૂલોએ હાઇકોર્ટમાં દાદ માગી છે. જેમાં લઘુમતી સ્કૂલોનું પ્રમાણપત્ર ધરાવતી માત્ર 25 થી 30 સ્કૂલો જ છે, જ્યારે 150થી વધુ ખાનગી સ્કૂલો લઘુમતી સ્કૂલ તરીકેનું પ્રમાણપત્ર ન ધરાવતી હોવા છતાં હાઇકોર્ટમાં કરાયેલા દાવામાં જોડાઇ છે.

શિક્ષણ વિભાગે જિલ્લામાં ખાનગી સ્કૂલોમાં લઘુમતી સ્કૂલનું પ્રમાણપત્ર છે કે નહીં તે વેરિફાય કરવા સ્ટાફને મોકલ્યા હતા અને તેમના રિપોર્ટ બાદ ખાનગી સ્કૂલોમાં આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન આપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાંથી 150થી વધુ સ્કૂલો પાસે લઘુમતી સ્કૂલનું પ્રમાણપત્ર નથી છતાં તેઓ એડમિશન આપવા નનૈયો ભણી રહ્યા છે. હાઇકોર્ટમાં ગયેલી સ્કૂલોને ફાળવેલા વિદ્યાર્થીઓને હજુ સુધી એડમિશન મળ્યા ન હોય તેમનો નિર્ણય આવ્યા બાદ બીજુ લિસ્ટ બહાર પાડી શકાય.

રાજકુમાર કોલેજની વિરુધ્ધ પ્રાથમિક શિક્ષણ નિયામકને રિપોર્ટ
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એમ.આર.સગારકાએ જણાવ્યું હતું કે, આરટીઇ હેઠળ ઓછા એડમિશન આપનારી રાજકુમાર કોલેજને વધુ એક નોટિસ આપવામાં આવી છે અને તેની વિરુધ્ધ પ્રાથમિક શિક્ષણ નિયામકને રિપોર્ટ કરાયો છે.

રાજકોટમાં 365 બાળકો રહ્યા એડમિશનથી વંચિત
આરટીઇ હેઠળ એડમિશન માટે રાજકોટ શહેરમાં કુલ 4831 બાળકો ફાળવવામાં આવ્યા હતા જેમાંથી 4466 બાળકોને આરટીઇ હેઠળ એડમિશન આપી દેવાયા છે, જ્યારે 365 બાળકો એડમિશનથી વંચિત છે. જેમાં સેન્ટમેરી સ્કૂલના 56 બાળકોનો સમાવેશ પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...