તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દક્ષીણીનું અમદાવાદથી અપહરણ કરનાર સમીરને ઓળખી બતાવાયો

દક્ષીણીનું અમદાવાદથી અપહરણ કરનાર સમીરને ઓળખી બતાવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહનું પ્રમુખપદ બચાવવા ચેમ્બરના મળતિયાઓના શરમજનક હવાતિયાં

હત્યાનો મુખ્ય સૂત્રધાર રાજમોતી મિલનો માલિક સમીર શાહ હજુ પણ પોલીસ પક્કડથી દૂર, આગોતરા માટે કાનૂની જંગના મંડાણની સંભાવના

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

રાજકોટનીરાજમોતી મિલમાં અમદાવાદની બ્રાંચના મેનેજર દિનેશભાઇ દક્ષિણીને ગોંધી રાખી મિલના મેનેજર અને પોલીસ જમાદારે બેરહેમીથી મારમારી મોતને ઘાટ ઉતાર્યાના પ્રકરણમાં શનિવારે પોલીસ અમદાવાદ પહોંચી હતી. મિલના રાજકોટના મેનેજર સમીર ગાંધીને જોતા અમદાવાદના અવધ રેસિડેન્સિના સિક્યુરિટીમેને સમીરને ઓળખી બતાવ્યો હતો. પોલીસે જમાદારના અમદાવાદ ખાતેના ઘરે પણ તપાસ કરી હતી.

અમદાવાદના જીવરાજપાર્કની અવધ રેસિડેન્સિમાં રહેતા અને રાજમોતી મિલની કાલુપુર શાખાના બ્રાંચ મેનેજર દિનેશભાઇ મગનલાલ દક્ષિણી (ઉ.વ.42)નું તા.28ના રાજકોટ મિલનો મેનેજર સમીર ગાંધી સહિત બે શખ્સો અપહરણ કરી રાજકોટ લઇ આવ્યા હતા. બે દિવસ સુધી દિનેશભાઇને મિલમાં ગોંધી રાખી ઢોરમાર માર્યા બાદ તા.1ના સાંજે પોલીસ ચોકીમાં જમાદાર યોગેશ ભટ્ટે પણ ક્રૂરતાથી મારમાર્યો હતો અને દિનેશભાઇનું મોત નીપજ્યું હતું.

બનાવમાં મૃતકના સાળાની ફરિયાદ પરથી પોલીસે રાજમોતી મિલના માલિક સમીર શાહ, રાજકોટના બ્રાંચ મેનેજર સમીર ગાંધી, પીએસઅાઇ મારૂ અને જમાદાર યોગેશ ભટ્ટ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યાના આરોપી સમીર ગાંધીને પકડી લઇ તેને ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો. શનિવારે એસીપી બન્નો જોષી પીએસઆઇ કુવાડિયા અને જે.પી.મેવાડા સહિતનો સ્ટાફ આરોપી સમીર ગાંધીને લઇ અમદાવાદ દોડી ગયો હતો. પોલીસે મિલની કાલુપુર બ્રાંચમાં તપાસ કરી હતી તેમજ બ્રાંચના કર્મચારીઓનાં નિવેદન નોંધ્યા હતાં. ત્યારબાદ પોલીસ અવધ રેસિડેન્સિએ પહોંચી હતી. જેના સિક્યુરિટીમેન દેસાઇએ સમીર ગાંધીને જોતા શખ્સ દિનેશભાઇને ઉઠાવી ગયો હોવાનું ઓળખી બતાવ્યું હતું.

તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ બેડીપરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એએસઆઇ યોગેશ ભટ્ટ પણ હત્યા કેસના આરોપી છે, યોગેશ ભટ્ટ અગાઉ અમદાવાદ શહેર પોલીમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમની સામે ગયાદિન ઉર્ફે પ્રકાશ કેદારનાથ વર્માની હત્યાનો ગુનો નોંધાયો હતો. અને એક વર્ષ જેલમાં પણ ગયા હતા. જોકે નિર્દોષ છૂટ્યા બાદ તેની રાજકોટ ખાતે બદલી થઇ હતી. યોગેશ ભટ્ટનું નિવાસ સ્થાન અમદાવાદ હોઇ પોલીસે તેના ઘરે પણ તપાસ કરવાની તજવીજ કરી હતી તેમજ અગાઉની હત્યા કેસની વિગતો મેળવવાની પણ કવાયત શરૂ કરી હતી. બીજીબાજુ હત્યાનો મુખ્ય સૂત્રધાર મનાતો રાજમોતી મિલનો માલિક સમીર શાહ હજુ સુધી પોલીસ પક્કડથી દૂર હોઇ પોલીસે સમીર શાહની શોધખોળ તેજ કરી હતી. જો કે સમીર શાહ આગોતરા માટે કાનૂની જંગ શરૂ કરે તેવી સંભાવના છે.

આરોપ સાબિત થવો જોઇએ

^દિનેશભાઇસાથે જે કંઇ બન્યું ઘટના દુ:ખદ છે. વિશે કોઇ ટીકાટિપ્પણી થઇ શકે. પરંતુ આવા ગંભીર ગુનામાં સીધા માલિકને સંડોવીને એક્શન લેવા યોગ્ય નથી. ચેમ્બર ઓફ કોમર્સના બંધારણ મુજબ કોઇપણ હોદ્દેદાર સામે ફરિયાદ થઇ હોય કે આક્ષેપ થયા હોય, આરોપ સાબિત થાય ત્યાં સુધી તેની સામે કોઇ કાર્યવાહી થઇ શકે નહીં. આરોપ સાબિત થયા પછી તે હોદ્દા પર રહી શકે નહીં. > શિવાલાલબારસિયા, ઉપપ્રમુખ,ચેમ્બરઓફ કોમર્સ

આરોપસાબિત થયા પછી કાર્યવાહી

^ચેમ્બરઓફ કોમર્સના બંધારણ મુજબ કોઇપણ હોદ્દેદાર સામે ફોજદારી ગુનો દાખલ થાય તો તેની સામે એક્શન લેવા જરૂરી નથી. હોદ્દેદાર સામેનો આરોપ પુરવાર થયા પછી તેની સામે કાર્યવાહી થઇ શકે. > વી.પી.વૈશ્નવ,સેક્રેટરી,ચેમ્બર ઓફ કોમર્સ.

બંધારણપ્રમાણે પગલાં લેવાય

^આબાબતમાં હું મારો કોઇ અભિપ્રાય આપી શકું. જ્યારે પણ પ્રશ્ન ચેમ્બરની કારોબારી સમક્ષ મુકાશે ત્યારે બંધારણની જોગવાઇ, નિયમ મુજબ કાર્યવાહી થશે. > ડાયાલાલકેસરિયા, જોઇન્ટસેક્રેટરી, ચેમ્બર ઓફ કોમર્સ

બંધારણનો હવાલો અપાયો!

અમદાવાદ રહેતા પોલીસ જમાદાર ભટ્ટના ઘરે પણ તપાસ કરવા પોલીસ પહોંચી

36 વર્ષ પહેલાં પણ રાજમોતી મિલમાં મેનેજરની હત્યા થઇ\\\'તી

અમદાવાદની બ્રાંચના મેનેજર દિનેશભાઇ દક્ષિણીની હત્યાનો મામલો ગરમાયો છે ત્યારે વર્ષ 1984માં પણ રાજમોતી મિલમાં મેનેજરની હત્યા થઇ હોવાનો કિસ્સો ચર્ચાની એરણે ચડ્યો છે. તા.24 ઓકટોબર 1984ના રાત્રે રાજમોતી મિલના મેનેજર (મહેતાજી) જગન્નાથભાઇ ભાતેલિયા મિલમાં હતા ત્યારે મિલનો કર્મચારી બોદુ નુરમહમદ સુમરા મિલમાં કુદરતી હાજતે ગયો હતો અને લાંબો સમય સુધી તે પરત નહીં આવતાં મેનેજર જગન્નાથભાઇ તેની તપાસ કરવા ગયા હતા, પરંતુ લાંબો સમય થવા છતાં તે પરત નહીં આવતાં સિક્યુરિટીમેન રામસિંગ રજપૂત તપાસ કરવા ગયા તો જગન્નાથભાઇ લોહિયાળ હાલતમાં પડ્યા હતા, સિક્યુરિટીમેને જાણ કરતાં મિલના માલિકના સંબંધી સહિતનાઓ દોડી આવ્યા હતા અને જગન્નાથભાઇને હોસ્પિટલમાં ખસેડયા હતા જોકે બીજા દિવસે તેમનું મોત નીપજ્યું હતું. પૈસાના ઉપાડના મુદ્દે બોદુ સુમરાએ હત્યા કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તત્કાલીન સમયે તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...