1995થી 2004 સુધીના 7/12ના 20 લાખ ઉતારાનું સ્કેનિંગ શરૂ

Rajkot - 1995થી 2004 સુધીના 7/12ના 20 લાખ ઉતારાનું સ્કેનિંગ શરૂ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:46 AM IST
રાજકોટ | રાજ્ય સરકાર દ્વારા 1955થી 2004 સુધીના હક્કપત્રક 6 નંબરના ફોર્મના સ્કેનિંગની કામગીરી પૂરી થતા તમામ જિલ્લાઓમાં હવે 7/12ના ઉતારાનું સ્કેનિંગ કરવા આદેશ કરાયો છે જેના અનુસંધાને રાજકોટ શહેર-જિલ્લામાં 20 લાખ જેટલા ઉતારાનું સ્કેનિંગ મંગળવારથી શરૂ કરાયું છે. આ કામગીરી ઓક્ટોબરના અંત સુધીમાં પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર અને જિલ્લામાં 1955થી 2004 સુધીમાં 7/12ના ઉતારાની 20 લાખ જેટલી હસ્તપ્રત નકલો છે. તેનું મંગળવારથી સ્કેનિંગ કરી કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરવાનું શરૂ કરાયું છે. સૌપ્રથમ રાજકોટ તાલુકાથી આ કામગીરીનો પ્રારંભ કરાયો છે. આ કામગીરી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે અને તેમને કલેક્ટર કચેરીમાં ત્રીજા માળે જગ્યા ફાળવવામાં આવી છે. સુલેખા નામના સોફ્ટવેરમાં ઉતારા સ્કેનિંગની કામગીરી પૂરી કર્યા બાદ એનઆઇસી મારફત તે ઓનલાઇન અપલોડ કરાશે. તમામ તલાટીઓને તેમના હસ્તકની ઉતારાની હસ્તપ્રતો લાવવા જણાવી દેવામાં આવ્યું છે.

X
Rajkot - 1995થી 2004 સુધીના 7/12ના 20 લાખ ઉતારાનું સ્કેનિંગ શરૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી