તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દુકાનમાં તોડફોડ કરી ~ 5 હજારની લૂંટ

દુકાનમાં તોડફોડ કરી ~ 5 હજારની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંબેફામ બનેલા લુખ્ખાઓએ શનિવારે રાત્રે ભગવતીપરામાં ધમાલ મચાવી લૂંટ ચલાવી હતી. દુકાન બંધ કરી દેવાનું કહી ત્રણ શખ્સોએ તલવારથી દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવી રૂ.5 હજાર લૂંટી લીધા હતા.

કોઠારિયા રોડ પરના મેહુલનગરમાં રહેતા અને ભગવતીપરામાં સુભાષબ્રિજ પાસે યદુનંદન કોલ્ડડ્રીંક્સ નામે દુકાન ચલાવતા દીપકભાઇ હરિકૃષ્ણભાઇ મહેતા (ઉ.વ.33) શનિવારે રાત્રે 11 વાગ્યે પોતાની દુકાને હતા ત્યારે જનતા હોટેલવાળો ગોટિયો, અર્જુન ગરચર અને રહીમ જામનગરી તલવાર સાથે ત્યાં ધસી ગયા હતા અને દુકાન બંધ કરી દેવાનું કહ્યું હતું.

દીપકભાઇએ દુકાન બંધ કરવાનું કારણ પૂછતા ત્રણેય શખ્સો ઉશ્કેરાયા હતા અને દીપકભાઇ મહેતાને ફડાકા ઝીંકી તલવારથી દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી. ઘટનાથી લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા પરંતુ માથાભારે તત્ત્વોને વાતથી કોઇ ફર્ક પડ્યો નહતો અને ધમાલ મચાવ્યા બાદ દુકાનના કાઉન્ટરમાંથી રોકડા રૂ.5 હજાર લૂંટી ત્રણેય શખ્સો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા દુકાન સંચાલકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે દીપકભાઇ મહેતાએ ફરિયાદ નોંધાવતા બી.ડિવિઝન પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ત્રિપુટીની શોધખોળ શરૂ કરી હતી.

કોઠારિયા રોડ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખાઓ બેફામ બન્યા છે ત્યારે પોલીસ કમિશનરે આવા તત્ત્વોને સબક શીખવવા હુકમ કર્યો છે.

રાજકોટ, સોમવાર, 29 ફેબ્રુઆરી, 2016

અન્ય સમાચારો પણ છે...