ભક્તિનગર સોસાયટીમાં બાઇક સવાર સમડીએ કરી ચીલઝડપ

Rajkot - ભક્તિનગર સોસાયટીમાં બાઇક સવાર સમડીએ કરી ચીલઝડપ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:46 AM IST
રાજકોટ | શહેરના ભક્તિનગર સોસાયટીમાં મંગળવારે સવારે બાઇકસવાર સમડીએ મહિલાનું ગળું અડવું કર્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. બનાવ અંગેની પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ભક્તિનગર સોસાયટી 1/બીમાં રહેતા શીલાબેન જયેશકુમાર મહેતા નામના વૃધ્ધા આજે સવારે તેમના ઘર પાસે ઊભા હતા. આ સમયે બાઇક પર આવેલા આશરે 30 થી 35 વર્ષની ઉંમરનાં બે શખ્સ બાઇક સાથે નજીક આવી ગયા હતા. વૃધ્ધા કંઇ વિચારે તે પહેલાં જ પાછળ બેઠેલા શખ્સે ગળામાં ઝોંટ મારી રૂ.35 હજારની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝૂંટવી નાસી ગયા હતા. ભક્તિનગર પોલીસે નાસી છૂટેલી બાઈક સવાર સમડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

X
Rajkot - ભક્તિનગર સોસાયટીમાં બાઇક સવાર સમડીએ કરી ચીલઝડપ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી