તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મનપા માટે શરમજનક, આજીડેમ પાસે લોકોએ સ્વખર્ચે સ્પીડબ્રેકર પર પટ્ટા કર્યા

મનપા માટે શરમજનક, આજીડેમ પાસે લોકોએ સ્વખર્ચે સ્પીડબ્રેકર પર પટ્ટા કર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે લ્યૂના પર જતું દંપતી સ્પીડબ્રેકર પરથી ફંગોળાઈ ઈજાગ્રસ્ત થતાં લોકોએ ફાળો એકઠો કરી સફેદપટ્ટા કર્યા

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

શહેરમાંગેરકાયદેસર સ્પીડબ્રેકરો હટાવવા માટે મહાનગરપાલિકાના સત્તાધીશો આળસુવૃત્તિ દાખવી રહ્યા છે. સ્પીડબ્રેકરો હટાવાતા તો નથી પરંતુ સફેદ પટ્ટા કે રેડિયમ પણ લગાવવામાં આવતી નથી. ત્યારે, આજી ડેમ ચોકડી પાસેના વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ મનપાના સત્તાધીશોનું નાક વાઢી લીધું હતું. પોલિટેક્નિક સામે ટેકરા જેવડાં સ્પીડબ્રેકરના કારણે દોઢ મહિનામાં અકસ્માતની 60થી વધુ ઘટના બની હતી.

સોમવારે સાંજે લ્યૂના લઈને જઈ રહેલું દંપતી પણ ટેકરા જેવા સ્પીડબ્રેકર પરથી ગબડી પડતાં પતિ-પત્ની બન્નેને ઈજા થઈ હતી. આથી માનસરોવર પાર્ક-1માં રહેતા મુકેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ આહીર, વિજયભાઈ આહીર અને રાણાભાઈએ 1000 રૂપિયાનો ફાળો ઊઘરાવી ટેકરા જેવડાં સ્પીડબ્રેકર પર સફેદપટ્ટા સ્વખર્ચે કરી નાખ્યા હતા. જેથી હવે અકસ્માત થાય. મનપાના સત્તાધીશોને તો હવે શરમ જેવું કંઈ હોય તો ગેરકાયદે સ્પીડબ્રેકરો હટાવી અન્ય સ્પીડબ્રેકર પર પટ્ટા લગાવવા જોઈએ.

મનપાએ આળસવૃત્તિ દાખવતા લોકોએ ફાળો કરી સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા કર્યા હતા.

ટેકરા જેવડા સ્પીડ બ્રેકર દૂર કરો

ભાસ્કરના વાચકોની મરજી

વાંચકોએ મોકલેલા 2815 થી વધુ SMS માંથી પસંદગીના SMS પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...