જુગાર રમી રહેલા ૩૩ ઝડપાયા, રૂ. 2.35 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી રાજકોટ હાઇવે પરની અનાસ હોટેલમાં ચાલતું હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:46 AM
Rajkot - જુગાર રમી રહેલા ૩૩ ઝડપાયા, રૂ. 2.35 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક આવેલ હોટેલમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીના આધારે એલસીબી, ટંકારા પોલીસે જીમખાનાની આડમાં જુગાર રમતા ૩૩ જુગારીઓને ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે રોકડ રકમ,બાઈક કાર અને મોબાઈલ ફોન સહીત રૂ ૨૧.૩૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

એલસીબી પોલીસે મોરબી રાજકોટ હાઈવે પર આવેલ અનાસ હોટેલમાં જીમખાનાની આડમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમીના આધારે સોમવારે મોડી રાત્રીના ક્લબ પર દરોડો પાડ્યો હતો.પોલીસ સ્થળ જુગાર રમતા ૩૩ શખ્સને ઝડપી લીધા હતા. જયારે રૂ ૧.૬૨ લાખ રોકડ, ૩૨ મોબાઈલ,૬ ટેબલ, ૧૮ રીવોલ્વીંગ ચેર,૮ સાદી ખુરશી,૫ સ્ટીલની ખુરશી,૧ સીસીટીવી મોનીટર,૧ ડીવીઆર,૫ બાઈક,૫ કાર મળી કુલ ૨૧,૩૫,૧૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા 33 પત્તાંપ્રેમીઓ

પિયુષ નિમાવત, ધર્મેન્દ્ર જારીયા, રમેશ ડાંગી, મોબજી ડાંગી, મોંઘા મોંદાજીભાઈ ડાંગી, સુરેશ માકાસણા, લાભુભારતી ગોસાઈ, વિનોદ નરશીભાઈ અઘારા, હાર્દિક દેથરીયા, ઇકબાલ સુજારા, કિશોર કલોલા, રમેશ લીલાધરભાઇ કાનાબાર , મનસુખ નટવરભાઈ હુલાની,દેવેંગ કોવનજીભાઈ ડાંગી, હસમ ઇસ્માઇલભાઈ ભુંગર , કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા, અકીલ આમદભાઈ વડાવરીયા,મનસુખ અમ્બારામભાઇ દેત્રોજા, બલભદ્ર ઉપેન્દ્રસિંહ જાડેજા, મનોહર પુંજાજી ડાંગી,અશોક ઠાકરશીભાઈ બારૈયા, વિશાલ હરિભાઈ મેહતા, વિજયભાઈ નિમાવત, અક્રમ સલીમભાઇ ગાલબ , યાકુબભાઇ ઉસ્માનભાઈ ભટ્ટી, દિલાવરભાઈ હબીબભાઇ મોવર,સાબુદીન રહમતુલ્લાહભાઈ સુરાણી,હિતેષભાઇ કાનજીભાઈ પારજીયા, ભગવાનલાલ હીરજીભાઈ ડાંગી, રમેશભાઈ છગનભાઇ અઘારા, વિઠ્ઠલભાઈ રેવાભાઈ ગોધાણી, ઇકબાલભાઇ ગફૂરભાઇ મોવર, પ્રતીક રામજીભાઈ પટેલ

X
Rajkot - જુગાર રમી રહેલા ૩૩ ઝડપાયા, રૂ. 2.35 લાખનો મુદ્દામાલ કબજે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App