લગ્ન નોંધણી, જન્મ-મરણ નોંધ માટે કચેરીના ધક્કા નહીં થાય

Rajkot - લગ્ન નોંધણી, જન્મ-મરણ નોંધ માટે કચેરીના ધક્કા નહીં થાય

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:46 AM IST
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

મહાનગરપાલિકામાં લગ્ન નોંધણી, જન્મ- મરણના દાખલા માટે હાલ મોટી લાઇનો લાગે છે. આ લાઇનો દૂર કરવા માટે મનપા આધુનિક સિસ્ટમ અપનાવી રહ્યું છે અને આગામી દિવસોમાં લગ્ન નોંધણી, જન્મ અને મરણના દાખલા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. અરજી બાદ અરજી ક્યા તબક્કે પહોંચી છે તે પણ જાણી શકાશે. આરોગ્ય વિભાગ હસ્ત હાલ જન્મ, મરણ અને લગ્ન નોંધણીની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીમાં મોટી લાઇન લાગે છે અને અરજદારોને પણ મુશ્કેલી થઇ રહી છે. મનપાના આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, અરજદારોની મુશ્કેલી દૂર કરવા માટે કોર્પોરેટ સ્ટાઇલથી કામગીરી કરવામાં આવે તે દિશામાં આગળ વધવામાં આવી રહ્યું છે. જેમાં અરજદારો ઓનલાઇન અરજી કરી શકશે અને તેને ઓનલાઇન સર્ટિ. પણ મળી જશે. જન્મ અને મરણના દાખલાની સાથે લગ્ન નોંધણી પણ ઓનલાઇન થશે. અરજદારો માટે હેલ્પ ડેસ્ક ઊભું કરાશે. આ ઉપરાંત અલગ અલગ કામગીરી માટે 10 કાઉન્ટર ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત લગ્ન નોંધણી સિવિક સેન્ટરમાં શરૂ કરવામાં આવશે.

X
Rajkot - લગ્ન નોંધણી, જન્મ-મરણ નોંધ માટે કચેરીના ધક્કા નહીં થાય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી