તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલનગરમાં એક સાથે 3 દુકાનમાં 20 હજારની ચોરી

રેલનગરમાં એક સાથે 3 દુકાનમાં 20 હજારની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં પોલીસની ઊંઘ હરામ કરનાર તસ્કર ટોળકીએ રેલનગર વિસ્તારમાં એક સાથે ત્રણ દુકાનોને નિશાન બનાવી પોલીસને દોડતી કરી છે. મળતી વિગત મુજબ, રેલનગરમાં આવેલા છત્રપતિ શિવાજી ટાઉનશિપ પાસે ત્રણ કરિયાણાની દુકાનમાં ગત રાતે તસ્કરો ત્રાટક્યાં હતા. દુકાનોનાં શટર ઊંચકાવી અંદર પ્રવેશેલા તસ્કરોએ ત્રણેય દુકાનમાંથી ચાંદીના સિક્કા તેમજ રોકડા મળી કુલ 19,950ની માલમતા ચોરી ગયા હતા. બનાવ અંગે પોપટપરા માઉન્ટેડ પોલીસ લાઇનમાં રહેતા અનિરૂધ્ધ જીતેન્દ્રભાઇ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...