સરકારી કચેરીમાંથી ડેન્ગ્યુના લારવા મળે તો માત્ર તાકીદ

Rajkot - સરકારી કચેરીમાંથી ડેન્ગ્યુના લારવા મળે તો માત્ર તાકીદ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:46 AM IST
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

મહાનગરપાલિકાની ટીમ જ્યારે કોઇ ખાનગી માલિકીની જગ્યામાં મચ્છરના લારવા મળે તો તેમને રૂ.500થી 10 હજાર સુધીનો દંડ વસૂલ કરે છે, પરંતુ સરકારી કચેરીમાં જો ડેન્ગ્યુના રોગ ફેલાવતા લારવા જોવા મળે તો તે વિભાગના વડાને માત્ર પત્ર લખી તાકીદ કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગે મંગળવારે સરકારી પ્રેસ, જી.ટી. શેઠ હોસ્પિટલ, રેલવે કેમ્પસ, ધર્મેન્દ્ર કોલેજ કોમ્પસમાં ચેકિંગ કરતા ત્યાં પણ ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરના પોરા મળ્યા હતા. આમ છતાં આરોગ્ય વિભાગે સરકારી કચેરીઓના વડાઓને તાકીદ કરતો પત્ર લખ્યો હતો અને તેમને ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરના પોરા શું કરવાથી ન થાય તે અંગે માહિતી આપી હતી.

ડી.એચ. કોલેજ સરકારી પ્રેસ, જી.ટી. શેઠ હોસ્પિટલ, રેલવે કેમ્પસમાં મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર

આરોગ્ય શાખાની ટીમે સરકારી પ્રેસમાં ચેકિંગ કરતા સિક્યુરિટી વિભાગ ઓફિસ પાછળ પડતર ભંગાર, વોટરકૂલરની ડીસ, સ્ટેશનરી વિભાગમાં નળ નીચેની ડોલ, પક્ષીકુંજ, સિન્ટેક્સની ખુલ્લી ટાંકી, અંડર ગ્રાઉન્ડ ટાંકી, ખુલ્લી ડ્રેનેજ લાઇન એમ છ સ્થળે, જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખુલ્લી ડ્રેનેજ, અગાસી પર બિન વપરાસી સિન્ટેક્સ ટાંકી, એસીમાંથી નીકળતા વેસ્ટ વોટર જમા થાય તે ડોલમાં, અગાસીમાં જમા થતા પાણીમાં એમ પાંચ સ્થળ, ધર્મેન્દ્ર કોલેજ કેમ્પસમાં ત્રણ પક્ષીકુંજ, કોટક સાયન્સ સ્કૂલમાં લેબોરેટરીની બે કુંડીમાં તથા એનસીસી કેમ્પસમાં એમ આઠ સ્થળે, રેલવે કેમ્પસમાં રેલવેની હોસ્પિટલમાં અગાસી પર જમા થયેલા પાણી, હોસ્પિટલ સામે રાખેલા પક્ષીકુંજ, મંદિરની સામેની ઓફિસમાં વોટર કૂલરમાં, બાલમંદિર સામે પક્ષીકુંજમાં, રેલવે કેમ્પસમાં આવેલી હોટેલની પાણીની નાંદમાં એમ પાંચ સ્થળો પર મચ્છરના પોરા મળી આવ્યા હતા.

X
Rajkot - સરકારી કચેરીમાંથી ડેન્ગ્યુના લારવા મળે તો માત્ર તાકીદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી