તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્થળ પર જ ટીબીના ટેસ્ટ કરતી વાન બસ રાજકોટ આવી પહોંચી

સ્થળ પર જ ટીબીના ટેસ્ટ કરતી વાન બસ રાજકોટ આવી પહોંચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીબીના સંભવિત વિસ્તારોમાં જઇને નમૂના લઇ સ્થળ પર જ ટીબીનું નિદાન કરતી ખાસ વાન રાજકોટ પહોંચી છે. જે 10 દિવસ વિવિધ વિસ્તારોમાં ફરી નમૂના લેશે.

નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મોબાઇલ વાન તૈયાર કરવામાં આવી છે. જેમાં એક મિનિ લેબ બનાવાઈ છે જે ગળફાઓની તાત્કાલિક તપાસ કરીને ટીબી છે કે નહીં તે સ્થળ પર જ નિદાન કરવા સક્ષમ છે. આ ખાસ વાન રાજકોટ મોકલવામાં આવી છે. જે જિલ્લાના સ્લમ વિસ્તારમાં, શહેરમાં હાઈરિસ્ક વિસ્તાર તેમજ મેટોડા અને શાપર જેવા ઔદ્યોગિક વિસ્તારમાં 10 દિવસ સુધી ફરશે. તે સ્થળોઅેથી ટીબીના સંભવિત દર્દીઓના ગળફાની તપાસ કરી સ્થળ પર જ નિદાન કરી આપશે. આ વાનને સાૈરાષ્ટ્રના વિભાગીય નિયામક ડો. રૂપાલી મહેતાએ પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડેરી, જિલ્લા ક્ષય અધિકારી ડો. લક્કડ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી ડો.વિષાણી હાજર રહ્યા હતા.

ટીબીનું નિદાન કરતી વાન રાજકોટ આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...