તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૈયાધારમાં 270 કરોડની 70 હજાર ચો.મી. જમીન પરથી 42 દબાણો દૂર

રૈયાધારમાં 270 કરોડની 70 હજાર ચો.મી. જમીન પરથી 42 દબાણો દૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસે શહેરમાં ટ્રાફિક પ્રશ્ન હલ કરવા માટે સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે રૈયારોડ પરથી વેપારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૈયાધારમાં ટી.પી.ના અનામત 270 કરોડ રૂપિયાના 70 હજાર ચોરસ મીટરના પ્લોટમાં દબાણ ઊભું થઇ જતા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જેમાં 18 પ્લિન્થ, 2 ઝૂંપડા, 23 ઓરડીનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

રૈયાધારમાં ટી.પી.નં.9 રાજકોટ એફ.પી. નં.3 એસઇડબ્લ્યુ અને પબ્લિક હેતુના પ્લોટમાં 18 પ્લિન્થ, 2 ઝૂંપડા, 22 ઓરડી સહિત 42 દબાણો ઊભા થઇ ગયા છે. મહાનગરપાલિકાના ટી.પી. વિભાગે આ તમામ દબાણોનું ડિમોલિશન કરી પ્લોટ ખુલ્લો કરાવ્યો હતો. મનપાના ટાઉન પ્લાનિંગ અોફિસર એમ.ડી. સાગઠિયાએ જણાવ્યું હતું કે, અંદાજે 270 કરોડ રૂપિયાના પ્લોટમાં 42 દબાણ ઊભા થઇ ગયા હતા. આ તમામ દબાણો દૂર કરી 70 હજાર ચો.મી.નો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એનિમલ હોસ્ટેલની સામે આવેલા પ્લોટમાં 50 ચો.મી.ની એક ઓરડીનું દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું.

રૈયારોડ પર વન ડે વન રોડ હેઠળ પાર્કિંગ અને માર્જિનમાં થયેલા દબાણ, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચાની કેબિન, જય ખોડિયાર હોટેલ, ડિલક્સ પાન, પટેલ કોલ્ડ્રીંકસ, ગણેશ એસ્ટેટ, રાધે ડેરી, શ્રીજી મેડિસિન, કિશન સાઇકલ, જય ખોડિયાર, ખોડિયાર હાર્ડવેર સહિતના વેપારીઓએ ઊભા કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

રૈયાધારમાં પ્લોટમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...