તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નામચીન ઇભલાના સાગરીત સહિત 7 ગુનેગાર સામે પાસા

નામચીન ઇભલાના સાગરીત સહિત 7 ગુનેગાર સામે પાસા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વારંવાર ગુનાઓ આચરતા ગુનેગારો સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી ગુનેગારો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે પીસીબી શાખાએ શહેરના નામચીન 7 ગુનેગારો વિરુધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જેના પર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજૂરીની મહોર મારી નામચીન ઇભલા સહિત સાત ગુનેગારોને પાસા તળે જેલહવાલે કરવા વોરંટ ઇશ્યૂ કર્યા છે. જેમાં લૂંટ અને ખંડણી માગવાના ગુનામાં સંડોવાયેલા નામચીન ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ કરીમ કાથરોટિયાના સાગરીત સહીદ ઉર્ફે સાહિલ ગુલાબ વળદરિયાને સુરત જેલ, હમીદ જીકર પરમારને વડોદરા જેલ, વલ્લભ માલા સાબડને વડોદરા જેલ, મહિલા બૂટલેગર વહીદા મોઇન કુરેશીને અમદાવાદ જેલ, ધવલ ઉર્ફે ધવલો ધીરેન્દ્ર પૂજારાને સુરત, રણજીત ઉર્ફે કાનો ઉર્ફે ટિકિટ અરવિંદ ગોહેલને વડોદરા જેલ તેમજ બાબુ દેવા બાંભવાને નડિયાદ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...