તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોમવારે રવાના થતી ઓખા અર્નાકુલમ એક્સપ્રેસ રદ કરાઇ

સોમવારે રવાના થતી ઓખા-અર્નાકુલમ એક્સપ્રેસ રદ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

કેરળ રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ-હવાઇ સેવાને મોટી અસર થઇ છે. જેને કારણે ઓખાથી નીકળતી 16337 નંબરની અર્નાકુલમ જતી એક્સપ્રેસ ટ્રેનને ભારે વરસાદને કારણે રદ કરી છે. રાજકોટ ડિવિઝનના સૂત્રોએ આપેલી માહિતી મુજબ, કેરળમાં પડેલા ભારે વરસાદને કારણે તિરૂવનંથપુરમ અને પાલઘાટ ડિવિઝનમાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર પાણી ફરી વળતા રેલવે ટ્રેકને ભારે નુકસાની થઇ છે. જેથી અર્નાકુલમથી ઓખા આવતી એક્સપ્રેસ ટ્રેનને પણ રદ કરવામાં આવી છે. અર્નાકુલમથી ટ્રેન રદ કરવામાં આવતા ઓખા ખાતે ટ્રેનનું રેક ઉપલબ્ધ નહીં થવાથી સોમવારની ઓખા-અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેન રદ કરવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...