તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ત્રંબામાં નાના ભાઇએ મોટા ભાઇને ધોકાથી માર માર્યો

ત્રંબામાં નાના ભાઇએ મોટા ભાઇને ધોકાથી માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના ત્રંબા ગામે સગ્ગા ભાઇએ મોટા ભાઇને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. બનાવ અંગે ત્રંબા ગામે રહેતા દામજીભાઇ રામજીભાઇ ટીંબડિયા નામના વૃધ્ધે તેના સગ્ગા નાના ભાઇ ખીમજી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, બંનેના ખેતર બાજુ બાજુમાં આવેલા હોય નાનો ભાઇ ખીમજી ખેતરનો ઝાંપો ખોલી ખેતરમાં ભેંસને લઇ જતો હોય તેમ ન કરવા કહ્યું હતું. મોટા ભાઇના વેણ સારા નહીં લાગતાં ખીમજીએ મોટા ભાઇ દામજીભાઇ પર ધોકાથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી. આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...