તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજવી પરિવાર કહે છે 4 યુનિટ ઓછા છે,30મીએ સુનાવણી

રાજવી પરિવાર કહે છે 4 યુનિટ ઓછા છે,30મીએ સુનાવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટ શહેરના રાજવી મનોહરસિંહજી જાડેજાના પરિવારના પાંચ સભ્યોને મામલતદારે ખુમાનસિંહ જાડેજાએ ચાર યુનિટ ફાળવવા આદેશ કર્યા બાદ પાંચેય સભ્યો વધુ જમીન મળવાપાત્ર થાય છે તેવો દાવો કરી પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી છે ત્યારે બીજીબાજુ સરકાર દ્વારા આટલી બધી જમીન આપવા પાત્ર થતી નથી તેવો વળતો દાવો કરાયો છે, જ્યારે ત્રીજીબાજુ રાજવી પરિવારના બહેન મોહિનીકુંવરબાએ પોતે પ્રથમ કક્ષાના વારસદાર હોય નિયમ મુજબ નોટિસ ન મળ્યાની રજૂઆત સાથે વાંધો રજૂ કર્યો છે. આ તમામ પ્રકરણનું હિયરિંગ 30મી ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે.

રાજકોટના રાજવી પરિવારની એએલસી જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો અને સુપ્રીમ કોર્ટ દ્વારા વહીવટી તંત્રને કેસ ચલાવવાનો આદેશ કરાયા બાદ મામલતદાર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તત્કાલીન મામલતદાર કે.જે. જાડેજાએ હિયરિંગ કર્યા બાદ ગત 10-6-2016ના રોજ રાજવી પરિવારના મનોહરસિંહજી જાડેજાને એક યુનિટ, પ્રદ્યુમ્નસિંહજી જાડેજાના નામે એક યુનિટ, રાજમાતા કૃષ્ણકુંવરબા લાખાજીને એક યુનિટ અને દાદાના ભાઇ પ્રહલાદસિંહ પ્રદ્યુમ્નસિંહજીને એક યુનિટ એમ ચાર યુનિટ કણકોટ, માધાપર, લાલપરી સહિતના સ્થળે પસંદ કરવા 15 દિવસની મુદ્દત અપાઇ હતી, પરંતુ રાજવી પરિવારે મામલતદારના હુકમથી નારાજ થઇ પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી છે.

રાજવી પરિવારના બહેન મોહિનીકુંવરબાએ પ્રાંત અધિકારી સમક્ષ એવી અપીલ કરી છે કે પોતે કેસમાં પ્રથમ કક્ષાના વારસદાર છે. દરેક પક્ષકારને નોટિસ આપવી જોઇએ તેવો નિયમ છે, પરંતુ તેમને નોટિસ અપાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...