તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચેરમેને કારોબારી યોજવા નોંધ કરી અને પરત પણ ખેંચી લીધી

ચેરમેને કારોબારી યોજવા નોંધ કરી અને પરત પણ ખેંચી લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત ચેરમેન રેખાબેન પટોળિયાએનવી કારોબારી બોલાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીને નોંધ મોકલી હતી. ડીડીઓ આ માટેકાર્યવાહી શરૂ કરે તે પહેલા બીજા જ દિવસે રેખાબેને પોતાનો નિર્ણય ફેરવી નોંધ પાછી ખેંચી લીધી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં બળવો કરીને ભાજપે મધ્યસ્થી કરાવ્યા બાદપણ જૂથબંધી યથાવત્ છે. કારોબારી માટે નોંધ રવાના કર્યા બાદ કેટલાક વિવાદો થવાની શક્યતાને કારણેવિચાર માંડી વાળવાનું જાણવા મળ્યું છે. આ ત્રણમાંથી ચંદુલાલ શિંગાળાએ કારોબારીની બેઠકમાં બરાબર લડી લેવાનુંમૂડ બનાવ્યું છે. બીજી તરફ રેખાબેને નોંધ પાછી ખેચવાના કારણમાં જણાવ્યું છે કે 24મીએ કારોબારીની બેઠક બોલાવવાની ગણતરી હતી તેથી નોંધ મૂકી હતી પણ પાછળથી ખ્યાલ આવ્યો કે વચ્ચે ઘણી રજાઓ આવી રહી છે. જેથી સભ્યો અને અધિકારીઓને સમય ન રહે અથવા તો હાજરનરહે તે માટેવિચાર પડતો મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...