તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિ. પંચાયતની વહીવટી પ્રક્રિયાઓમાં ગેરરીતિ ? વિકાસ કમિશનરની તપાસ

જિ. પંચાયતની વહીવટી પ્રક્રિયાઓમાં ગેરરીતિ ? વિકાસ કમિશનરની તપાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પંચાયતમાં વહીવટી પ્રક્રિયાઓમાં ગેરરીતિ થયાની શંકાને કારણેતપાસના આદેશ આપવામાંઆવ્યા છે. શનિવારે સવારે અધિક વિકાસકમિશનર આર.જે. હાલાણી રાજકોટઆવી પહોંચ્યા હતા. સર્કિટહાઉસમાં રોકાણ કરીને ડીડીઓ સહિતના તમામ શાખા અધિકારીઓને બેઠક માટે બોલાવ્યા હતા. સાંજ સુધીરોકાયા ત્યાં સુધી અધિકારીઓનો કાફલો તેમની સાથે જ રહ્યો હતો. સાંજે 5 કલાકે તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. અધિક વિકાસ કમિશનરે જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાઓની તપાસ માટે અધિકારીઓની પૂછપરછ કરવામાંઆવી હતી. રાજકોટ જિલ્લામાં કર્મચારીઓની બદલી બાબતેપૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, હાકર્મચારીઓની બદલી મામલો પણ તેમાં આવી જાય છે. તમામ શાખા અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને બેઠકકરવામાં આવી છે. શા માટે તપાસ કરવાની જરૂર પડી તે પૂછતા જણાવ્યું હતું કે, હજુ તપાસ પ્રારંભિક તબક્કામાં છે એટલે કહી ન શકાય.

રાજકોટ જિલ્લા પંચાયતમાંથયેલા રિનોવેશનના કામમાં ઘણો વિવાદ ઊભો થયો હતો. તે ઉપરાંત કર્મચારીઓની બદલીમાંપદાધિકારીઓની ભલામણ મુદ્દે ધારાસભ્યે સરકાર પાસે જવાબ માગતા તે મામલે પણ પંચાયતના અધિકારીઓને ચોપડા ફંફોસવાનો આદેશ અપાયો હતો. આબંને મુદ્દાઓમાં વહીવટી ગેરરીતિની શંકા દૃઢ બનતા તપાસ શરૂ કરવામાંઆવીહતી. જો કે તપાસને શક્ય તેટલી ગુપ્ત રાખવા માટેતમામ શાખા અધિકારીઓનેસીધા સર્કિટહાઉસ જ બોલાવીલેવાયા હતા અને સાંજ સુધી ફરિયાદ સંકલનની બેઠકનું બહાનું કચેરીમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ આ મુદ્દેચર્ચા કરવાનું ટાળ્યું હતું.

19 સભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા કોંગ્રેસે આરંભી
રાજકોટ જિલ્લા પંચાયતમાં સમિતિઓની રચના સમયે કોંગ્રેસનાકેટલાક સભ્યોએ બળવોકર્યો હતો. સામાન્ય સભામાં કોંગ્રેસે વ્હીપ આપી હતીતેમ છતાં અલગ જૂથ ઊભું કરી બહુમતીએ સમિતિઓ રચવામાં આવી હતી. જે મામલે કોંગ્રેસે 19ને નોટિસ આપી હતી. પૂર્વ કારોબારીચેરમેન અર્જુન ખાટરિયાના જણાવ્યા અનુસારસામાન્ય સભામાં પક્ષના 19 સભ્યોએ વ્હીપનોઅનાદર કર્યો હતો. આ મામલે તેમને નોટિસ પાઠવવામાંઆવી હતી.હવે તેમને સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે. સોમવારેગાંધીનગરમાં સચિવાલય ખાતે આ તમામના નામો આપવામાં આવશે.અા ઉપરાંત સામાન્ય સભાની પ્રોસિડિંગ અને તેના રેકોર્ડિંગની સીડી આપવામાં આવશે.હાલના સમીકરણો જોતા રાજકોટ જિલ્લા પંચાયતમાંખાટરિયા સાથે 13 સભ્યો છે, જ્યારે સામે બળવાખોરોમાં પણકારોબારીના ચેરમેન પદના વિવાદને કારણે બે જૂથ બની ગયાછે.જો પંચાયતના આ સભ્યોનેગેરલાયક ઠેરવવામાં આવે તો તમામ સમિતિઓની ફરીથી રચના કરવી પડે તેવી સ્થિતિસર્જાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...