તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નિવૃત્તિ બાદ કર્મચારીની કામગીરી અંગે ગ્રેચ્યુઇટી રોકી શકાય નહીં

નિવૃત્તિ બાદ કર્મચારીની કામગીરી અંગે ગ્રેચ્યુઇટી રોકી શકાય નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કર્મચારી નિવૃત્તિની વયમર્યાદા વટાવી ચૂક્યા બાદ કરેલી કામગીરી અંગે ગ્રેચ્યુઇટી રોકી શકાય નહીં તેવો કન્ટ્રોલિંગ ઓથોરિટીએ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અગાઉ કાર્યપાલક ઇજનેર શહેર માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવનાર દિલીપભાઇ રમણીકભાઇ જાનીને પડધરીની સરકારી હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિલીપભાઇને તેમની નિવૃત્તિની તારીખને બદલે એક વર્ષ બાદ નિવૃત્ત કરવામાં આવ્યા હતા અને ગ્રેચ્યુઇટીની રકમ તથા પેમેન્ટની રકમ ચૂકવવા અંગે લખાણ લખાવવામાં આવ્યું હતું. જેથી દિલીપભાઇએ કન્ટ્રોલિંગ ઓથોરિટીમાં એડવોકેટ જી.આર.ઠાકર મારફત પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જેની સુનાવણી બાદ દિલીપભાઇને બાકી રહેતી ગ્રેચ્યુઇટીની રકમ દસ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યો છે.

બીમારીથી કંટાળી ચોથામાળેથી પડતું મૂકી મહિલાનો આપઘાત
રાજકોટ | કેવડાવાડીમાં રહેતા મહિલાએ એપાર્ટમેન્ટના ચોથામાળેથી પડતું મૂકી જીવનનો અંત આણી લીધો હતો. કેવડાવાડીના વૃંદાવન એપાર્ટમેન્ટના ચોથામાળે રહેતા અલ્કાબેન ભરતભાઇશાહે (ઉ.વ.50) ગુરુવારે વહેલી સવારે 4 વાગ્યે પોતાના ફ્લેટમાંથીકૂદકો માર્યો હતો. મહિલાએ ચોથામાળેથી ઝંપલાવતા અને તેના પટકાવાનો જોરદાર અવાજ થતાં એપાર્ટમેન્ટના લોકો નિદ્રામાંથી જાગી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અલ્કાબેનના પતિ ભરતભાઇ સાડીની દુકાનમાં નોકરી કરે છે અને તેમને સંતાનમાં ત્રણપુત્રી છે. મહિલાને કેટલાક સમયથી માનસિકબીમારી લાગુ પડી હતી અને બીમારીથી કંટાળી તેમણે પગલું ભર્યું હતું.

બે બહેનના એકના એકભાઇનું વાહનની ઠોકરે ચડી જતાં મોત
રાજકોટ | શહેરની ભાગોળે ભાવનગર રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે ગંજીવાડાના યુવકનું મોત નીપજ્યું હતું. ગંજીવાડામાં રહેતો જીતેન્દ્ર ધીરજલાલ મેણિયા (ઉ.વ.38)શુક્રવારે સાંજે કામ સબબ કાળીપાટ ગયો હતો અનેકામપૂરું કરી પરત ફર્યો હતો. આજી ડેમ નજીકથી ચાલીને જીતેન્દ્ર પોતાના ઘર તરફ જવા નીકળ્યો હતો ત્યારે શિવમ જેમીન પેટ્રોલપંપ પાસે પહોંચ્યો હતો ત્યારે ધસી આવેલા કોઇ અજાણ્યા વાહને તેને ઠોકરે ચડાવ્યો હતો. વાહનની ઠોકરે ગંભીર રીતે ઘવાયેલા જીતેન્દ્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, બે બહેનનો એકનો એક ભાઇ જીતેન્દ્ર કડિયાકામ કરતો હતો.

જેતપુરમાં વાડીએ જુગાર રમી રહેલાં 14 પત્તાંપ્રેમી ઝડપાયા
જેતપુર | જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ.જાડેજા તથા સ્ટાફે વજુભાઇ રામજીભાઇ ઠુમરની વાડીએ રેડ કરતા જુગાર રમતા આરોપી કુલ 14 મળી આવ્યા હતા જેમાં વજુભાઇ રામજીભાઇ ઠુમર (રે.જેતપુર), ચંદુભાઇ રણછોડભાઈ સોલંકી (રે. મજેવડી) નવનીત સોની (રે. જેતપુર) શિવાભાઇ ખોડાભાઇ (જેતપુર), નજીરભાઇ નુરમહમદભાઇ લુલાણીયા (રે. જેતપુર) લખુભાઇ પરબતભાઇ વડુકર (રે. જુનાગઢ), કાસમભાઇ ગફારભાઇ છાંટબાર (રે. જેતપુર), દિનેશભાઈ રતિભાઇ રાબડિયા (આંબલીયા)ને રોકડા રૂ.૧,૪૦,૧૧૦ તથા કુલ મુદામાલ રૂ.૨,૫૬,૩૧૦ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...