• Gujarati News
  • National
  • શ્રમિકોના ફોર્મ રદ કરવા સામે જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિરોધ

શ્રમિકોના ફોર્મ રદ કરવા સામે જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિરોધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સરકારીયોજનાઓનો શ્રમિકોને લાભ મળે તે હેતુથી તાજેતરમાં યોજાયેલા શ્રમિક કલ્યાણ મેળામાં 50 હજાર શ્રમિકોના ફોર્મ ભરાયા હતા. પરંતુ કોઇ કારણોસર સરકારી તંત્ર દ્વારા ફોર્મ નામંજુર કરતા રાજકોટ જિલ્લા મજદુર સંઘે સખત વિરોધ નોંધાવ્યો છે. સંઘના રાજકોટ જિલ્લાના પ્રમુખ યુ.આર.માંકડના જણાવ્યા મુજબ ફોર્મ નામંજુર કરવા અને નવેસરની નોંધણી કરવાનો સરકારનો નિર્ણય ગેરવાજબી છે. 50 હજાર ફોર્મ રદ કરાયા જે તેની અધુરી માહિતી હોય તેના સંબંધીત વિભાગ દ્વારા અસંગઠિત કામદારો પાસેથી માંગવી જોઇએ અને ફોર્મ મંજુર કરવા જોઇએ. ઉપરોક્ત મુદ્દે સરકાર કોઇ નિર્ણય નહિં કરતે સંઘ આંદોલન કારી માર્ગ અપનાવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...