• Gujarati News
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સરકારી પ્લોટની મુલાકાત લીધી

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સરકારી પ્લોટની મુલાકાત લીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વોર્ડનં-6 અને 7 વિસ્તારમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તના ઇસ્ટઝોન કચેરી સામે, બરફના કારખાના પાસે, કબીરવન મેઇન રોડ વગેરે વિસ્તારમાં આવેલા પ્લોટસની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિતિનભાઇ ભારદ્વાજે મુલાકાત લીધી હતી. પ્લોટસમાં ફેન્સિંગ કરવા અને વૃક્ષારોપણ કરવાની કામગીરી તાકીદે શરૂ કરવા ચેરમેને અધિકારીઓને જણાવ્યું હતું. મુલાકાત વેળાએ દંડક અરવિંદભાઇ રૈયાણી, કોર્પોરેટર અનિલભાઇ રાઠોડ, રસિકભાઇ પટેલ, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ મોલીયા, રાજકોટ મનપાના સિટી એન્જિનિયર ભાવેશ જોષી, વોર્ડ ઓફિસર, વોર્ડ એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.