• Gujarati News
  • ત્રણ વોર્ડ હજુ પણ ગંદા ગોબરા

ત્રણ વોર્ડ હજુ પણ ગંદા-ગોબરા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટને‘સ્માર્ટ સિટી’ બનાવવા મહાપાલિકાએ કરેલા સંકલ્પમાં ‘ગંદકી મુક્ત રાજકોટ’ બનાવવાનો જે લક્ષ્યાંક છે તે ઘર આંગણે જોવા માટે હજુ પણ વોર્ડ નં-1, 3, અને 4 ના સવા લાખથી વધુ લોકો રાહ જોઇ રહ્યા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ત્રણેય વોર્ડમાં ટિપરવાન ચાલુ નથી થયા. અને પરિણામે ગંદકીનું સામ્રાજ્ય છે તેવો રોષ વોર્ડના રહેવાસીઓએ દિવ્ય ભાસ્કર સમક્ષ વ્યક્ત કર્યો છે. અંતે પ્રજાની વાચાને તંત્ર સમક્ષ પહોંચાડવા માટે દિવ્ય ભાસ્કરે બીડું ઉઠાવ્યું છે.

રાજકોટને ‘ગંદકી મુક્ત રાજકોટ’. લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે તબક્કાવાર રીતે સમગ્ર શહેરમાંથી ખુલ્લી કચરાપેટીઓ દૂર કરી ઘરે ઘરેથી કચરો એકત્ર કરવા માટે ટીપરવાન (કચરાગાડી) ચાલુ કરવામાં આવી છે.

હાલ વોર્ડ નં-2, 5, 6, 7, 8, 9,10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23માં કુલ 256 ટિપરવાન દોડી રહ્યા છે. સુક્કો એન ભીનો બન્ને કચરો અલગ રીતે એકત્ર કરી નાકરાવાડી અને સોખડામાં લેન્ડફીલ સાઇટ ઊભી કરી પ્રોસેસિંગ બાદ નિકાલ કરવામાં આવી રહ્યો છે.

શહેરને ચોખ્ખુચણક રાખવાની નવી વ્યવસ્થામાં હજુ પણ વોર્ડ નં-1,3 અને 4 બાકી છેે. વોર્ડમાં ચારેબાજુ ગંદકીના ગંજ ખડકાતા રહેવાની દુર્દશા ક્યારે દૂર થશે તેની રાહ ત્રણેય વોર્ડના લોકો જોઇ રહ્યાં છે. ત્રણેય વોર્ડના સવા લાખથી વધુ લોકો પ્રત્યે મહાપાલિકા તંત્ર ઓરમાયું વર્તન રાખે છે એવો કચવાટ જોવા મળે છે. ત્રણેય વોર્ડના વેપારી આગેવાનો, વિવિધ સોસાયટીઓમાં જઇને ‘દિવ્ય ભાસ્કરે’ પ્રજાની વેદના જાણી હતી. વાચાને તંત્ર સુધી પહોંચાડવા માટે દિવ્ય ભાસ્કરે સેતૂરૂપ ભૂમિકા ભજવી છે. ત્રણેય વોર્ડમાં ટિપરવાન ચાલુ કરાવવા માટે એક અભિયાનના રૂપે દિવ્ય ભાસ્કરે બીડું ઉપાડ્યું છે.

\\\"સ્માર્ટસિટી\\\'ના સવા લાખ લોકો ઝંખે છે ટિપરવાનને

35 ટિપરવાન મગાવવામાં આવ્યા છે

^એકટિપરવાન રૂ5.63 લાખના ખર્ચે વસાવવામાં આવે છે. જો કે, જે.એન.એન.યુ.આર.એમ અને સ્વર્ણિમ એમ બન્ને યોજનાની ગ્રાન્ટમાંથી કાઢવામાં આવે છે. ખર્ચ મંજૂર થવાની પ્રક્રિયામાં થોડો વિલંબ થવાના કારણે વોર્ડ નં 1, 3 અને 4 હજુ બાકી રહી ગયા છે. ત્રણેય વોર્ડ માટે 35 ટિપરવાન મગાવવામાં આવ્યા છે. > નિલેષપરમાર , સેનિટેશનઅધિકારી

ઉપાય હળીમળીને

ગંદકીનું સામ્રાજ્ય

दैनिक भास्कर¾