તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાણીની મોટર ચાલુ કરતી વેળાએ વીજકરંટ લાગતાં પરિણીતાનું મોત

પાણીની મોટર ચાલુ કરતી વેળાએ વીજકરંટ લાગતાં પરિણીતાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતી ઉષા અલ્પેશકુમાર વાઘેલા નામની પરિણીતાને વીજકરંટ લાગતાં બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. અહીં ફરજ પરના તબીબે પરિણીતાનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ.જયદેવભાઇની તપાસમાં પરિણીતા મંગળવારે સવારે તેણીના ઘરે પાણી ચડાવવા માટે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં જોરદાર વીજકરંટ લાગ્યો હતો. જેને કારણે પરિણીતા ફંગોળાઇને જમીન પર પટકાઇ હતી. ચાર વર્ષ પહેલા લગ્ન કરી સાસરે આવેલી ઉષાના અકાળે મોતથી દોઢ વર્ષની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

કાલાવડ રોડ પર પાણીની 40 વર્ષ જૂની લાઇન તૂટી

ન્યારી ડેમથી શહેરમાં આવતી 27 ઇંચની 40 વર્ષ જૂની પાણીની પાઇપલાઇનનો જોઇન્ટ લીકેજ થયો હતો. કાલાવડ રોડ પર પાઇપલાઇન લીકેજ થતા તુરંત મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જેસીબીની મદદથી ખોદકામ કરી તુરંત રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને રાત્રે 9:30 વાગ્યા સુધીમાં રિપેરિંગ કામ પૂર્ણ થઇ જતા પાણી વિતરણ વ્યવસ્થા ઉપર કોઇ અસર થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...