તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાંધકામ પ્લાનમાં સામાન્ય ક્વેરી હશે તો શરતી મંજૂરી

બાંધકામ પ્લાનમાં સામાન્ય ક્વેરી હશે તો શરતી મંજૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|રાજકોટ

રાજ્ય સરકારે 1 મેથી બાંધકામ પ્લાન ફરજિયાત ઓનલાઇન સબમિટ કરવા નવી સિસ્ટમ અમલમાં મૂકી હતી, પરંતુ ઓનલાઇન સિસ્ટમમાં સોફ્ટવેરની ખામીના કારણે બાંધકામ વ્યવસાયને ફાયદો થવાના બાદલે નુકસાની થઇ રહી છે. મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં 540 બાંધકામ પરવાનગી ઓનલાઇન ઇન્વર્ડ થઇ છે તેમાંથી માત્ર 79ને જ મંજૂરી મળી છે. સોફ્ટવેરની ખામી દૂર કરવા સરકારે પણ અનેક પ્રયાસો કર્યા, પરંતુ હજુ સુધી સફળતા નહીં મળતા અંતે બાંધકામ પરવાનગીમાં સામાન્ય ક્વેરી હશે તો બાદમાં તે ક્વેરી હલ કરવાની શરતે બાંધકામ મંજૂરી આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકા અને સત્તા મંડળોમાં બાંધકામ પરવાનગી ઓનલાઇન કરવામાં આવી છે. ઓનલાઇન પ્રક્રિયામાં સોફ્ટવેરની ખામીના કારણે બાંધકામ મંજૂરી સમયસર મળતી નથી. આ અંગે રાજકોટ બિલ્ડર એસો., ગુજરાત ક્રેડાઇના પ્રમુખ પરેશ ગજેરા સહિતના એસોસિએશને અધિકારીઓ અને મુખ્યમંત્રીને અનેક રજૂઆત કરી હતી. છેલ્લી રજૂઆતમાં બિલ્ડરોએ હડતાળની ચીમકી આપતા સરકારે શરતી બાંધકામ મંજૂરી આપવા સહમતી આપી છે. જેમાં બાંધકામ પ્લાનમાં સામાન્ય ક્વેરી હશે તો તેને બાંધકામ પરવાનગી આપવામાં આવશે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 540 ઓનલાઇન પ્લાન ઇન્વર્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી 79 મંજૂર અને 103 નામંજૂર થયા છે. તેમજ 358 પ્લાન હજુ અધવચ્ચે અટકી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...