તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 20થી વધુ બાળકો બાકી હોય ત્યાં ફરીથી MRનો કેમ્પ થશે

20થી વધુ બાળકો બાકી હોય ત્યાં ફરીથી MRનો કેમ્પ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજ્યમાં 9 માસથી 15 વર્ષ સુધીના તમામ બાળકોને મિઝલ્સ અને રૂબેલાની રસી આપવા માટે સરકારે 16 જુલાઈથી રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. રાજકોટ જિલ્લામાં રસીકરણ માટે ઘણા ગામોમાં બાળકો બાકી રહી ગયા છે જેના માટે ખાસ ટાસ્કફોર્સની બેઠક અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી હતી.

જિલ્લામાં અત્યાર સુધીમાં 331899 બાળકોને રસી અપાઈ ગઇ છે. હજુ 70,000 જેટલા બાળકોને રસી આપવાની બાકી છે. ખાસ કરીને અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રધ્ધા અને અફવાઓને પગલે બાળકોને રસી આપવામાં વાલીઓ ખચકાઇ રહ્યા છે. આ વિસ્તારોમાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં જે શાળાઓમાં રસીકરણ ઓછું થયું હોય તેના પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા હતા. અધિક કલેક્ટરે સૂચના આપી હતી કે, જે શાળાઓમાં 20 કે તેથી વધુ બાળકો રસીકરણમાં બાકી રહી ગયા હોય તેમના માટે ખાસ મોપ અપ રાઉન્ડ યોજવામાં આવશે. આ ઉપરાંત તાલુકા કક્ષાના અધિકારીઓએ શાળાવાઈઝ રિવ્યૂ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...