તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • H. N. શુક્લ કોલેજના વિદ્યાર્થીઓ કાલે લેશે ‘દીકરાના ઘર’ની મુલાકાત

H. N. શુક્લ કોલેજના વિદ્યાર્થીઓ કાલે લેશે ‘દીકરાના ઘર’ની મુલાકાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ શહેરની એચ.એન.શુક્લ ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાન સાથે વ્યવહારિક જ્ઞાન આપવા માટે 23 સપ્ટેમ્બરના રોજ ‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ ખાતે સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને સામાજિક જવાબદારી વિશે જાગૃતિ કેળવવા માહિતગાર કરવામાં આવ્યા હતા. કોલેજના સંચાલક મેહુલભાઇ રૂપાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં પાઠ્ય પુસ્તકના જ્ઞાન સાથે સમાજની વાસ્તવિક જીવનની સમસ્યાઓથી પરિચિત થાય તે માટે સામાજિક કાર્યક્રમોનું સમયાંતરે કોલેજોમાં કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વિદ્યાર્થીઓને ગુરુવારે વૃધ્ધાશ્રમ ‘દીકરાનું ઘર’ ખાતે લઇ જવામાં આવશે.

ફાર્મ-ડીના વિદ્યાર્થીઓ-વાલીઓનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં આ વર્ષે પ્રથમ વખત ફાર્મ-ડીના અભ્યાસક્રમ શરૂ કરાયો છે ત્યારે આ અભ્યાસક્રમમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને ફાર્મ-ડીનો કોર્સ કેવો છે, તેના અભ્યાસક્રમમાં કેવા પ્રકારના ઈન્સ્ટ્મેન્ટ આવે છે, બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવાની કેવી સુવિધાઓ છે તેની માહિતી આપવા ફાર્મસી ડિપાર્ટમેન્ટમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો.

જંગલેશ્વરનો ટીકો ઉમરેટિયા દારૂની 15 બોટલ સાથે પકડાયો
રાજકોટ | શહેરના જંગલેશ્વર મેઇન રોડ, ભીમરાવ ચોક પાસે રહેતા ઇમરાન ઉર્ફે ટીકો અસીમ ઉમરેટિયા નામના શખ્સના નવા બની રહેલા રહેણાક મકાનમાં વિદેશીદારૂ હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડી ઇમરાન ઉર્ફે ટીકાને વિદેશીદારૂની 15 બોટલ સાથે ઝડપી લઇ ધરપકડ કરી છે. વિદેશીદારૂનો જથ્થો કયાંથી લઇ આવ્યો, કોને આપવાનો હતો. તે સહિતની વિગત મેળવવા પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

યુનિવર્સિટીમાં મંગળવારે કેરાલા અસરગ્રસ્તો માટે ફંડ એકઠું કરાયું
રાજકોટ | યુનિવર્સિટીમાં મંગળવારે કેરાલાના અસરગ્રસ્તો માટે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી અને ફંડ એકત્ર કર્યું હતું.

શાપરમાં જુગારના 2 દરોડામાં 9 શખ્સ 23,460ની રોકડ સાથે પકડાયા
રાજકોટ | રાજકોટ-ગોંડલ વચ્ચે આવેલા શાપર-વેરાવળમાં પોલીસે જુદા જુદા બે સ્થળોએ જુગારના દરોડા પાડી નવ શખ્સોને રોકડા રૂ.23,460 સાથે ઝડપી લીધા છે. શીતળા માતાજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા જીતેશ કરશન વાળા, અશ્વિન જીલુ સોલંકી, દિનેશગીરી મનહરગીરી ગોસ્વામી, વિનુ ખોડા કુવરિયા, મણિ નાગર સોલંકીને રોકડા રૂ.12,240 સાથે જ્યારે શાંતિધામ ગેટ પાસે આવેલા અક્ષર એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં જુગાર રમતા વિમલ ચીમન ચૌહાણ, અલ્પેશ ગાંડુ ઝાપડા, નરેન્દ્રસિંહ મહિપતસિંહ ચુડાસમા, સંજય રામજી બકરાણિયાને હેડ કોન્સ.ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

યુનિ.ની એસ્ટેટ કમિટીની બેઠકમાં કોન્ટ્રાક્ટ માટે નવું ફોર્મેટ નક્કી કરાયું
રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવાર બાદ મંગળવારે ફરી એસ્ટેટ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં યુનિવર્સિટીના અલગ - અલગ કોન્ટ્રાક્ટ અને કામો કેવી રીતે આપવા, તેમાં શું ડિટેઈલ હોવી જોઈએ, એન્જિનિયર અથવા સુપરવાઇઝરની સહી હોવી જોઇએ, એસ્ટિમેટ કરતા વધુ ખર્ચ થયો તો શા માટે થયો તેનુ ક્લેરીફિકેશન હોવું જોઈએ.

જીવનનગર સોસાયટી પાસેનો હોકર્સ ઝોન રદ કરવા રજૂઆત
રાજકોટ | વોર્ડ નં.10માં આવેાલ રૈયા મેઇન રોડ પર આવેલી જીવનનગર સોસાયટીના સ્થાનિક લોકોએ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, જીવનનગર પાસે હોકર્સ ઝોન બનાવવામાં આવ્યો છે. આ ઝોન રહેણાક મકાનોથી નજીક હોવાથી ત્યાં રહેતા લોકો હોકર્સ ઝોનના ફેરિયાઓથી ત્રાહિમામ્ પોકારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...