• Gujarati News
  • National
  • રાજકોટ સ્થાનિક જૈન મોટા સંઘ ખાતે ચાતુર્માસની હેલી, આયંબિલ, તપસાધના, જાપ, ઉપવાસ સહિતના કાર્યક્રમો

રાજકોટ સ્થાનિક જૈન મોટા સંઘ ખાતે ચાતુર્માસની હેલી, આયંબિલ, તપસાધના, જાપ, ઉપવાસ સહિતના કાર્યક્રમો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સ્થાનિક જૈન મોટા સંઘ ખાતે ધાર્મિક ભાવનાને પ્રેરણા આપવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ચાતુર્માસ પણ યોજાઇ રહ્યા છે. જેમાં કિરણબાઇ મ.સા., સાધનાબાઇ મ.સા. સહિત 23 મહાસતીજીઓ ચાતુર્માસ માટે બિરાજે છે. આ ચાતુર્માસમાં અનેક આરાધકો મહાસતીજીઓની પ્રેરણાથી રોજ જુદા જુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સવારે 9.15થી10.15 વ્યાખ્યાન, 10.30 થી 11.30 જાપ, ઉપવાસ, આયંબિલ વગેરે તપસાધના નિયમિત યોજાઇ રહ્યા છે. સાથે જ સાધનાબાઇ મહાસતીજીઓ સુશ્રાવકના સંકાર વિશે વ્યાખ્યાન પણ ફરમાવી રહ્યા છે. જેનો વિશાળ સંખ્યામાં શ્રાવકો લાભ લઇ રહ્યા છે. ત્રણ દિવસ સુધી ભાવિકોને પ્રોત્સાહન આપવા રૂ. 5 હજાર અને રૂ. 2 હજારના પાંચ ડ્રો રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત તા. 5મીને રવિવારે ધાર્મિક ભાવનાને પ્રેરણા આપવાના હેતુથી નવકારમંત્રના સ્રણ દ્વારા ઋણ અદા કરતો આરાધક ભાવથી ભાવિકો અને બાળકો માટે લાપસી તપનું આયોજન કરાયું છે. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો અને બાળકો હિસ્સો લઇ રહ્યા છે. સર્વે ભાવિકોને લાભ લેવા આમંત્રણ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...