લીગલ રિપોર્ટર|રાજકોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીગલ રિપોર્ટર|રાજકોટ

તિરૂપતિચોક નજીક હસમુખ લવજીભાઇ રાઠોડની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા વિનોદ ઉર્ફે બાડો રામજીભાઇ રાઠોડે જામીન ઉપર છૂટવા કરેલી અરજી અદાલતે નામંજૂર કરી હતી. હત્યાના બનાવ અંગે મૃતકના ભાઇ બળવંત લવજીભાઇ રાઠોડે મવડી વિસ્તારમાં કણકોટ રોડ પર રહેતા વિનોદ ઉર્ફે બાડા સામે નોંધાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂક્યો હતો કે, તહોમતદાર વિનોદને જુગારના પૈસા બાબતે અન્ય વ્યક્તિ સાથે ઝઘડો ચાલતો હતો, બન્ને વચ્ચે સમાધાન કરાવવા વચ્ચે પડેલા ભાઇ હસમુખને વિનોદે છરી મારીને પતાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...