• Gujarati News
  • National
  • સદ્દગુરુ કોમ્પ્લેક્સમાં 2 ઓફિસ અને મનસાતીર્થમાં 3 દુકાનને તાળાં લાગ્યા

સદ્દગુરુ કોમ્પ્લેક્સમાં 2 ઓફિસ અને મનસાતીર્થમાં 3 દુકાનને તાળાં લાગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમહાપાલિકાનો ટેક્સ ભરતા હોય એવા રીઢા બાકીદારો ઉપર તવાઇ ઉતારવાની ઝુંબેશ શરૂ થઇ ચૂકી છે. વેરો ભરી જવાની અનેક વખત તાકીદ કરવા છતાં ટેક્સ ભરતા હોય એવા પાંચ રીઢા બાકીદારોની મિલકત સીલ કરી દેવામાં આવી છે. શહેરના રૈયારોડ પર આવેલા સદ્દગુરુ કોમ્પ્લેક્સમાં બે દુકાન અને ભક્તિનગર સર્કલમાં મનસાતીર્થ કોમ્પ્લેક્સમાં ત્રણ દુકાન સહિત પાંચેય દુકાનને તાળાં લાગ્યા છે.

હાલ મનપામાં વ્યાજમાફીની યોજના ચાલી રહી છે. વેરો નીલ કરવાની તંત્રે સુવિધા આપી હોવા છતાં રીઢા બાકીદારો ટેક્સ ચૂકવવો જાણે એવી અકળ નીતિ દાખવીને બેઠા છે. આવા આસામીઓનું વોર્ડવાઇઝ હિટલિસ્ટ બન્યું છે. પૈકી પાંચ આસામીઓને સાણસામાં લેવામાં આવ્યા છે. જેમાં રૈયારોડ પર સદ્દગુરુ કોમ્પ્લેક્સમાં ધારા ડિઝાઇન પ્રા.લિ.ની દુકાન નં.4 અને 6નો રૂ.3.05 લાખનો વેરો બાકી હોય અનેક વખત નોટિસ આપવામાં આવેલી હતી. આમ છતાં વેરો ચૂકવતા બન્ને મિલકતને તાળાં મારી દેવામાં આવ્યા છે.

જ્યારે ભક્તિનગર સર્કલ પાસે આવેલા મનસાતીર્થ કોમ્પ્લેક્સમાં પ્રેમજીભાઇ ગોવા નામના આસામીની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ત્રણ દુકાન નં. 20, 22 અને 24નો રૂ.3.94 લાખનો વેરો વસૂલવા ત્રણેય મિલકત સીલ કરી દેવામાં આવી છે. દરમિયાન વધુ 500 બાકીદારોનો પણ ઘાણવો કાઢવામાં આવ્યો છે. તમામ 500 બાકીદારો વેરો નહીં ભરે તો મિલકત સીલ કરીને હરાજી કરવામાં આવશે એવા અલ્ટિમેટમની નોટિસ ફટકારવામાં આવી છે. જો કે મહાપાલિકાએ ટેક્સમાં વ્યાજમાફીની જાહેર કરેલી યોજનાને શહેરીજનો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

વધુ 500 થી વધુ મિલકતવેરો નહીં ભરનારા આસામીઓને નોટિસ ફટકારી

મનપાનો ટેક્સ ચૂકવતા હોય એવા રીઢા બાકીદારો ઉપર તવાઇ શરૂ

વ્યાજમાફી યોજનામાં 8 દિવસમાં 8 કરોડ આવ્યા

અલગઅલગ સ્લેબ વાઇઝ વ્યાજમાફીની યોજના ચાલી રહી છે. યોજના શરૂ થયા તેને આઠ દિવસ થઇ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં 6 હજાર કરદાતાઓએ રૂ.8 કરોડ જેવો વેરો ભર્યો છે. દરમિયાન ચાલુ વર્ષે ટેક્સની આવકનો 230 કરોડનો લક્ષ્યાંક છે અને તેની સામે 206 કરોડની વસૂલાત થઇ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...