• Gujarati News
  • National
  • 3 પેટ્રોલપંપમાંથી સવા ત્રણ કરોડનું કાળું નાણું પકડાયું

3 પેટ્રોલપંપમાંથી સવા ત્રણ કરોડનું કાળું નાણું પકડાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ પેટ્રોલપંપના સંચાલકોએ કરેલા વહીવટ પર આઇટીએ બાજ નજર રાખી હતી. જેના ભાગરૂપે તપાસ હાથ ધરાઇ હતી. જેમાં રાજકોટ, મોરબી અને ગાંધીધામના ત્રણ પેટ્રોલપંપ સંચાલકોએ સવા ત્રણ કરોડનું કાળુ નાણું જાહેર કર્યું હતું.

આવક વેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગના વડા પંકજ શ્રીવાસ્તવની ટીમે ત્રણ પેટ્રોલપંપમાં સરવેની કામગીરી હાથ ધરી હતી. જેમાં તપાસના અંતે રાજકોટમાં બોમ્બે ગેરેજ નામના પેટ્રોલપંપમાંથી એકાદ કરોડની નાણાકીય ગરરીતિ બહાર આવી હતી. મોરબીમાં જમનાદાસ કાનજી પેટ્રોલપંપમાંથી દોઢ કરોડ રૂપિયા અને કચ્છના ગાંધીધામના પેટ્રોલપંપમાંથી રૂ.75 લાખનું કાળું નાણું પકડાયું હતું. ઇન્વેસ્ટિગેશન વિંગના જોઇન્ટ ડાયરેક્ટર વી.એમ. ડાંગર અને ઇ.એમ. સાયમન અને સંજીવ ચાહવન અને તેમની સાથે 14 ઇન્સ્પેક્ટરોની ટીમે સરવે દરમિયાન નોટબંધી સમયે પેટ્રોલપંપમાંથી દૈનિક કેટલા પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થયું છે, કેટલો જથ્થાની ખરીદી કરવામાં આવી છે અને બેંકમાં કેટલી 500 અને 1000ની નોટ જમા કરાવી સહિતના મુદ્દે તપાસ હાથ ધરી હતી.

નોટબંધી બાદ આઇટી વિભાગે પેટ્રોલપંપ પર આદરેલી તપાસમાં અત્યાર સુધીમાં રાજકોટ હેઠળના 11 પંપ સંચાલકોએ કરોડોનું કાળુનાણું જાહેર કર્યું છે.

IT બે દિવસ સુધી તપાસ આદરી હતી

નોટબંધી બાદ થયેલા વહીવટ પર બાજ નજર

અન્ય સમાચારો પણ છે...