• Gujarati News
  • National
  • રાજકોટ | વિશ્વકિડની દિવસની 9મી માર્ચના રોજ કરવામાં આવે છે.

રાજકોટ | વિશ્વકિડની દિવસની 9મી માર્ચના રોજ કરવામાં આવે છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિશ્વકિડની દિવસની 9મી માર્ચના રોજ કરવામાં આવે છે. કિડની અને તેને સંબંધિત રોગ વિશે લોકોને જાગૃત કરવાના હેતુથી ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી દ્વારા 9મી માર્ચના વિશ્વ કિડની દિવસની ઉજવણી કરશે. રાજકોટમાં બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ દ્વારા કિડનીના રોગથી બચવા માટે શું પગલાં લઇ શકાય તેના વિશે લોક જાગૃતિ આપતા કાર્યક્રમનું 9મી માર્ચના આયોજન કરાયું છે.

જે પૈકી ગુરુવારે સવારે 6.30 કલાકે બાલભવન ગેટ, કિસાનપરા ચોક ખાતેથી કિડની જન જાગૃતિની રેલી નીકળશે. જેમાં બેનર સહિતના સાહિત્ય સાથે લોકોને કિડનીના રોગ સંબંધી જરૂરી માહિતી રેલીના માધ્યમથી અપાશે. યુનિવર્સિટી ગેટ પાસે, યુનિવર્સિટી રોડ સ્થિત, સવાણી કિડની હોસ્પિટલમાં સવાર 10થી 5 કિડની સંબંધી પોસ્ટર પ્રદર્શન અને સવારે 10 થી 5 હોસ્પિટલમાં કિડની રોગ અને ખોરાક અંગે પ્રત્યક્ષ જાણકારી અપાશે.

વિશ્વ કિડની ડે નિમિત્તે કિડની હોસ્પિટલ દ્વારા લોક જાગૃતિ રેલી

અન્ય સમાચારો પણ છે...