તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાગઠિયાનો દાવો : 17 કોર્પોરેટરે રાજીનામા આપવાની ચીમકી આપી છે ભાસ્કરે પૂછ્યું તો : 7 કોર્પોરેટરની ન

સાગઠિયાનો દાવો : 17 કોર્પોરેટરે રાજીનામા આપવાની ચીમકી આપી છે ભાસ્કરે પૂછ્યું તો : 7 કોર્પોરેટરની ના, 2એ કહ્યું નક્કી નથી, માત્ર 3 જ સાથે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘તારા માટે હું અને મારા માટે તું’ની પ્રેશર નીતિની મોસમ કોંગ્રેસમાં પુરબહારમાં ખીલી છે. પ્રદેશના નેતાઓથી નારાજ રાજકોટના માજી ધારાસભ્ય અને કોંગ્રેસ આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સોમવારે રાજીનામું આપી દીધાના 24 કલાક બાદ મહાનગરપાલિકાના 17 કોર્પોરેટરે રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હોવાનો મનપાના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠિયાએ દાવો કર્યો હતો. જો કે દિવ્ય ભાસ્કરે તમામ કોર્પોરેટરનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. જેમાં સાત કોર્પોરેટરે ચોખ્ખી ના પાડી હતી કે અમે રાજીનામું નથી આપવાના, બે કોર્પોરેટર અવઢવમાં હતા. પાંચના ફોન રિસિવ થયા ન હતા. જ્યારે સાગઠિયા સહિત ત્રણ કોર્પોરેટર જ રાજીનામાં આપવા તૈયાર હતા. બીજી બાજુ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી કોંગ્રેસના મહામંત્રી વિજય દવેએ વશરામ સાગઠિયાને નોટિસ પાઠવી ખુલાસો કરવા આદેશ કર્યો છે.

17 કોર્પોરેટર અને આગેવાનો તેમજ કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા અાપ્યા સંદર્ભે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, હજુ સુધી મને કોઇએ લેખિત કે મૌખિક રાજીનામા મોકલ્યા નથી કે વાત પણ કરી નથી. કોઇને મનદુ:ખ થયું હોય તો પ્રદેશમાં જઇને રૂબરૂમાં વાત કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...