તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘મને બાંધકામ અથવા કારોબારી ચેરમેન બનાવો’ : ડોડિયાની પ્રદેશ પ્રમુખ પાસે માંગ

‘મને બાંધકામ અથવા કારોબારી ચેરમેન બનાવો’ : ડોડિયાની પ્રદેશ પ્રમુખ પાસે માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંવરજી બાવળિયાને લીધે રાજકોટ જિલ્લા પંચાયતમાં ઘણી અસર પડી છે. કોંગ્રેસ ડેમેજ કંટ્રોલમાં જ વ્યસ્ત છે ત્યાં સભ્ય નાનજી ડોડિયાએ સમિતિમાં યોગ્ય સ્થાન ન અપાતા હોવાની ફરિયાદ સાથે કારોબારી સમિતિના ચેરમેન બનાવવાની માંગ કરી છે. મનોજ ડોડિયાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ફરિયાદ સાથે જણાવ્યું હતું કે, જીત્યા તે પહેલાં પાર્ટીએ વચન આપ્યું હતું કે, જો તેઓ જીતી જશે તો કોઇપણ સમિતિ આપવામાં આવશે. જો કે તે જીત્યા પછી પણ અન્યાય થયો હતો. બીજી ટર્મમાં ઉપપ્રમુખ પદ માટે માંગ કરી હતી છતાં ન્યાય મળ્યો નથી. તેઓ પક્ષ સાથે 25 વર્ષથી જોડાયેલા છે અને 30 વર્ષથી મંડળીના પ્રમુખ છે.

અન્ય સમાચારો પણ છે...