તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પુરુષોત્તમ માસને લીધે 18 દી’ મોડો શરૂ થશે શ્રાવણ

પુરુષોત્તમ માસને લીધે 18 દી’ મોડો શરૂ થશે શ્રાવણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવિત્ર શ્રાવણ માટે આ વર્ષે ભાવિકોએ વધુ રાહ જોવી પડશે. આ વર્ષે પુરુષોત્તમ માસને લીધે શ્રાવણમાસ અને રક્ષાબંધન, દિવાળી સહિતના તહેવારો પણ 18થી 20 દિવસ મોડા આવશે. ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર જણાવે છે કે, સૌરાષ્ટ્ર-ગુજરાતના મુખ્ય તહેવારોમાં રક્ષાબંધન, નવરાત્રી અને દિવાળીનું પર્વ ગયા વર્ષની સરખામણીએ અંદાજિત 18થી 20 દિવસ મોડા થશે. 16 મેથી 13 જૂન દરમિયાન અધિકમાસ રહ્યો હતો. જેના કારણે 16મે પહેલા આવતા તહેવારો 10 દિવસ વહેલા આવ્યા હતા, જ્યારે અધિક માસ પછી આવતા તહેવારો 20 દિવસ મોડા થશે. નવા વર્ષ 2018માં રક્ષાબંધન 26 ઓગસ્ટે, નવરાત્રી 10 ઓક્ટોબરથી અને દિવાળી 7 નવેમ્બરે રહેશે, જ્યારે 2017માં રક્ષાબંધન 7 ઓગસ્ટ, નવરાત્રી 21 સપ્ટેમ્બર અને દિવાળી 19 ઓક્ટોબરે મનાવાઇ હતી. વર્ષ 2018માં શ્રાવણ માસનો પ્રારંભ 12 ઓગસ્ટને રવિવારથી થશે અને પૂર્ણાહુતિ પણ 9 સપ્ટેમ્બરને રવિવારે જ થાય છે, જ્યારે ગયા વર્ષે શ્રાવણમાસ 24 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી રહ્યો હતો એટલે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે શ્રાવણમાસ 18 દિવસ મોડો શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...