તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મનપામાં 31 કર્મચારીને અપાયા કાયમીના ઓર્ડર

મનપામાં 31 કર્મચારીને અપાયા કાયમીના ઓર્ડર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

મનપાએ ત્રણ વર્ષ પહેલા લોકોને પોતાના વિસ્તારમાં જ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે વોર્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી. આ સમયે થયેલી ભરતીમાં ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. આ સમયગાળો પૂરો થતા કમિશનરે તમામ વોર્ડ ઓફિસરોને કાયમી કરવાનો હુકમ કર્યો છે. સાથો સાથ વર્ક આસિસ્ટન્ટ, પમ્પ ઓપરેટર સહિત 31 કર્મચારીઓને પણ કાયમીનો ઓર્ડર કર્યો છે. કામયીનો ઓર્ડર કરતા મનપાની તિજોરી ઉપર વર્ષે 10 કરોડ રૂપિયાથી વધારાનો બોજ આવશે. લોકોના લાઇટ, પાણી, ગટર, સફાઇ, જન્મ, મરણના સર્ટી, મિલકત વેરાના પ્રશ્નો સ્થાનિક સ્થળ પર નિકાલ આવે તે માટે દરેક વોર્ડ ઓફિસમાં વોર્ડ ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પહેલા 13 વોર્ડ ઓફિસરની ભરતી કરવામાં આવી હતી. તેમજ 19 વર્ક આસિસ્ટન્ટ, પમ્પ ઓપરેટરનો ત્રણ વર્ષનો સમય પૂરો થતાં તેમને કાયમી કરવાનો ઓર્ડર કમિશનરે કર્યો છે. વોર્ડ ઓફિસરોને 44900 રૂપિયાનો પગાર ચૂકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...