તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુમારમંદિર પ્રાથમિક શાળા અને બાલમંદિર બંધ કરી દેવાતા દેકારો

કુમારમંદિર પ્રાથમિક શાળા અને બાલમંદિર બંધ કરી દેવાતા દેકારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી કુમારમંદિર પ્રાથમિક શાળા અને બાલમંદિરને ટ્રસ્ટી મંડળ દ્વારા અચાનક કાયમ માટે બંધ કરી દેવાનો નિર્ણય કરાતા તેના વિરોધમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે, શ્રી કુમારમંદિર પ્રાથમિક શાળા અને બાલમંદિરને રાષ્ટ્રીય શાળાના નવનિયુક્ત ટ્રસ્ટી મંડળ દ્વારા કાયમી ધોરણે બંધ કરવામાં આવેલી છે. શ્રી કુમારમંદિર પ્રાથમિક શાળામાં શિક્ષક ગણ યોગ્ય રીતે નિમાયેલા છે અને શૈક્ષણિક વર્ષ 2017-18માં વિદ્યાર્થીઓની સંખ્યા 50 ઉપર હતી અને શૈક્ષણિક વર્ષ 2018-19માં નવા પ્રવેશ તરીકે 45 કરતા વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલો હતો, પરંતુ શૈક્ષણિક વર્ષ 2018-19 શરૂ થાય તે પહેલાના એક અઠવાડિયામાં રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટી મંડળે શાળા બંધ કરવાનો વિદ્યાર્થીઓના ભાવિ વિરુધ્ધનો નિર્ણય કરી બધા વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે. અચાનક લેવાયેલા નિર્ણયથી વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કોઇપણ પ્રકારની સત્તાવાર તૈયારીઓ કરવામાં આવી ન હતી. શિક્ષકોને જાણ કરવામાં આવી નથી. જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટને જાણ કરવામાં આવી નથી. આ એક જાણી જોઇને કરવામાં આવેલો નિર્ણય જણાય છે. આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ જણાતો નથી. ભૂતકાળમાં પણ સત્તાની લાલસાના લીધે રાષ્ટ્રીય શાળાના ઐતિહાસિક વારસાને ખૂબ જ નુકસાન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...