• Gujarati News
  • National
  • કાળીપાટમાં યુવકે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

કાળીપાટમાં યુવકે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ તાલુકાના કાળીપાટના યુવકે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. કાળીપાટ ગામે રહેતો જયદીપ વાલજીભાઇ મકવાણા (ઉ.વ.18) મંગળવારે રાત્રે પોતાના ઘરેથી વાડીએ પાણી વાળવા ગયો હતો અને મોડીરાત સુધી પરત નહીં આવતા તેના મોટાભાઇ જોવા જતાં વાડીની ઓરડીમાં જયદીપ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. યુવકના આપઘાતની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇમાં નાના જયદીપની સગાઇ એક વર્ષ પૂર્વે ચુનારાવાડની યુવતી સાથે થઇ હતી. યુવકના આપઘાતના કારણ અંગે અજાણ હોવાનું પરિવારજનોએ રટણ રટતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...