તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટના પ્રદ્યુમનપાર્કમાં સાવજે પાંજરાની બહાર આવી 25 મિનિટ લટાર મારી, બાદમાં પકડાઇ ગયો

રાજકોટના પ્રદ્યુમનપાર્કમાં સાવજે પાંજરાની બહાર આવી 25 મિનિટ લટાર મારી, બાદમાં પકડાઇ ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાપ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં આજે એક મોટી ઘાત ટળી હતી. ઝૂમાંથી 3 વર્ષનો સિંહ બહાર નીકળી ગયો હતો. એનિમલ કીપર ખોરાક નાખવા અને સફાઇ કરવા માટે નાઇટ સોલ્ટરમાં ગયા બાદ પાંજરાનો મેઇન દરવાજો બંધ કરતા ભૂલી ગયો હતો. નાઇટ સોલ્ટર ખોલાયા બાદ સિંહ મેઇન પાંજરાના ખુલ્લા દરવાજામાંથી બહાર નીકળી ગયો હતો. લગભગ 30 મિનિટ સુધી ખુલ્લામાં બહાર લટાર મારી હતી. સિંહ ખુલ્લામાં વિહરવા લાગ્યો ત્યારે છેક એનિમલ કીપરને પાંજરું બંધ કરતા ભૂલાઇ ગયાનું ભાન થયું. મુલાકાતીઓના આવવાના અડધો કલાક પહેલા ઘટના બની હતી. સિંહ ઝૂના સ્ટાફથી ટેવાયેલો હોય એનિમલ કીપરે ખાસ ટેક્નિક વાપરી પાંજરામાં બોલાવી લેતા એક મોટી ઘાત ટળી હતી. સૌ કોઇના જીવ હેઠા બેઠા હતા. ઝૂમાં સવારે પ્રાણીઓને ખોરાક નાખવામાં આવે છે.

...અનુસંધાન પાનાં નં.16

રાત્રે જનાવરને જ્યાં રાખવામાં આવે છે નાઇટ સોલ્ટર(રૂમ)માં બે પાર્ટિશન રાખવામાં આવ્યા છે.વારાફરતી બન્ને ભાગમાં સફાઇ કરવામાં આવે છે. બુધવારે એનિમલ કીપર પીંજરાની સફાઇ કરવા અને સિંહને ખોરાક આપવા નાઇટ સોલ્ટરમાં ગયો હતો. સાફ સફાઇ કર્યા બાદ પીંજરાનો મુખ્ય દરવાજો બંધ કરતા ભૂલાઇ ગયું હતું.

એનિમલ કીપર જેવો પીંજરાની બહાર નીકળ્યો સાથે અંદરથી 3 વર્ષનો સિંહ હરિવંશ પણ પીંજરાની બહાર નીકળી ગયો હતો. ...અનુસંધાન પાનાં નં.12ત્યાંથી માત્ર 200 મીટરના અંતરે સહેલાણીઓના આવવા જવાનો રસ્તો હતો. જો કે, સહેલાણીઓને ઝૂમાં પ્રવેશ આપવાનો સમય 9 વાગ્યાનો છે અને ઘટના 8:30 વાગ્યે બની હતી. સિંહ ખુલ્લામાં વિહરવા લાગ્યાનું ધ્યાને પડતાં એનિમલ કીપરે ઝૂ સુપરિ.ડો.આર.કે.હીરપરાને જાણ કરી હતી. સમયે તેઓ ઝૂના અન્ય વિસ્તારમાં રાઉન્ડમાં હતા. ડાલામથ્થો બહાર નીકળી ગયો હોવાની ખબર પડતાં ઝૂ સુપરિ.ડો.હીરપરાના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. તુરંત પીંજરા પાસે પહોંચી ગયા હતા.

ઝૂને રાત્રિના સમયે અથવા તો કોઇ આકસ્મિક સંજોગોમાં પીંજરાની અંદરના ખુલ્લા ભાગમાંથી નાઇટ સોલ્ટરમાં બોલાવી લેવા માટે ખાસ સાંકેતિક હાકલા પડકારા કરવામાં આવતા હોય છે. સિંહ હરિવંશ ઝૂના માહોલથી ટેવાયેલો હોય ઝૂ સુપરિ.ડો.હીરપરા અને એનિમલ કીપરે ટેક્નિક અજમાવતા પીંજરાની બહાર લટાર મારતો સિંહ પીંજરા તરફ પરત ફરી ગયો હતો અને નાઇટ સોલ્ટરમાં અંદર ચાલ્યો જતાં પીંજરું બંધ કરી દેવાયું હતું. લગભગ અડધો કલાક સુધી સાવજે પીંજરા બહાર લટાર મારી હતી. ત્યાંથી ભાગી છૂટવાનું હાથવેંત છેટું હતું. સદનસીબે મોટી ઘાત ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...