તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોરબી હાઇ વે પર છત્તર નજીક બોલેરો પાછળ કાર ઘૂસી જતાં યુવકનું મોત, 7ને ઇજા

મોરબી હાઇ-વે પર છત્તર નજીક બોલેરો પાછળ કાર ઘૂસી જતાં યુવકનું મોત, 7ને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મોરબી હાઇવે પર છત્તર-કાગદડી વચ્ચે મંગળવારે રાત્રે બંધ બોલેરો પાછળ સ્વિફટ કાર ઘૂસી જતાં કારચાલક યુવકનું મોત નીપજ્યું હતું, તેમજ સાત વ્યક્તિને ઇજા થઇ હતી.

કાલાવડના શિશાંગ ગામના વતની અને અમદાવાદમાં રહેતા જયદીપસિંહ જાડેજા, તેમના પિતા દશરથસિંહ, માતા નાનાબા, ભોમેશ્વર પ્લોટના સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના માસી વિનુબા ઝાલા (ઉ.વ.45) માસીની બે પુત્રી કૃપાલીબા તથા ભૂમિબા રાજકોટથી સ્વિફ્ટ કારમાં કચ્છ માતાના મઢે દર્શન કરી મંગળવારે રાત્રે રાજકોટ પરત આવવા નીકળ્યા હતા.

કાર જયદીપસિંહ ચલાવતા હતા. કાર છત્તર-કાગદડી વચ્ચે પહોંચી હતી ત્યારે આગળ બંધ ઊભેલી બોલેરો નહીં દેખાતા કાર ધડાકાભેર બોલેરો પાછળ ઘૂસી ગઇ હતી. કારમાં બેઠેલા ઉપરોકત તમામ છ વ્યક્તિ તેમજ બોલેરોમાં બેઠેલા મિતાણાના મુન્નાભાઇ લધુભાઇ મુંધવા (ઉ.વ.37) અને કરશન હેમુભાઇ મુંધવાને ઇજા થઇ હતી. ગંભીર રીતે ઘવાયેલા જયદીપસિંહનું મોત નીપજ્યું હતું.

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

અન્ય સમાચારો પણ છે...