તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યોગ | ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ભજન, ભોજનનો કાર્યક્રમ

યોગ | ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ભજન, ભોજનનો કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગોંડલ રોડ, 4-વૈદવાડી, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે 28 જૂનના ભજન, ભોજનનો કાર્યક્રમ યોજાશે. બપોરે 3 થી રાતના 8.30 દરમિયાન ઓશોના ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, સંધ્યા સત્સંગ, સન્યાસ ઉત્સવ, ધર્મની સમજ સ્વામી દેવ રાહુલ ઓશો સન્યાસી સમજાવશે. રાતે 9.30 થી 1 સંતવાણી અને રાતે 8.30 કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. શિબિરમાં ઓશો સન્યાસી, ભાવિકોએ ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરાયો છે.

સામાજિક | સરદાર પટેલ યુવક-યુવતીઓ માટે વેવિશાળ પરિચય
રાજકોટ | સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ ગોલ્ડ રાજકોટ દ્વારા લેઉવા પટેલ યુવક-યુવતીઓ માટે વેવિશાળ પરીચય સમારોહ 23 સપ્ટેમ્બરના સવારે 9 કલાકે યોજાશે. ગ્રેજ્યુએટ કે તેથી વધુ અભ્યાસ અને શારીરિક ખોંડ-ખાપણ, વિધુર, વિધવા ઉમેદવારો ભાગ લઇ શકશે. ફોર્મ માટે 129 રોયલ કોમ્પ્લેક્સ, ભૂતખાના ચોક, ઢેબર રોડ અથવા સરદાર પટેલ કર્મચારી મંડળ, 101 રામેશ્વર ચેમ્બર, 4-મનહર પ્લોટ, મંગળા રોડ ખાતે સંપર્ક સાધવો.

ઉજવણી | ગૂંજન પાર્ક ઓનર્સ એસો. દ્વારા ગુણ પૂજન પર્વ મહોત્સવ
રાજકોટ | ગુંજન પાર્ક ઓનર્સ એસોસિએશન દ્વારા ગુણ પૂજન પર્વ 2 જુલાઇના રાતે 9.30 કલાકે ગુંજન પાર્ક કોમન પ્લોટ, વિમલનગર રોડ રાજકોટમાં યોજાશે. ગુંજન પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત અને સમાજ શ્રેષ્ઠી ઉમેશભાઇ મહેતાનું બહુમાન કરાશે. મેયર બીનાબેન આચાર્ય, અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, રજનીભાઇ ગોલ, પરેશભાઇ હુંબલ, ભગવતીબેન પટેલ વગેરે હાજર રહેશે.

પરિણામ | એમ.કોમ સેમેસ્ટર-4 સીબીસીએસનું રિઝલ્ટ જાહેર
રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એપ્રિલ માસમાં લેવાયેલી પરીક્ષાઓના તબક્કાવાર પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. તે પૈકી એમ.કોમ સેમેસ્ટર-4 સીબીસીએસનું 41.79 ટકા અને ન્યુનું 71.35 ટકા રિઝલ્ટ રહ્યું હતું. વિદ્યાર્થી ભાઇઓ, બહેનો રિચેકિંગ અને રિએસેસમેન્ટ 12 જુલાઇ સુધીમાં કરી શકશે. વધુ માહિતી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ જોવાની રહેશે. તેમ પરીક્ષા નિયામકે તાકીદ કરી છે.

સ્વાસ્થ્ય | ગ્રામ સ્વરાજ મંડળ દ્વારા ફ્રી હોમિયોપેથિક શિબિર
રાજકોટ |ગ્રામ સ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા દર સોમવારે નિ:શુલ્ક હોમિયોપેથિક નિદાન, સારવાર કેન્દ્ર, રાષ્ટ્રીયશાળા ખાતે સવારે 9 કલાકે ચલાવવામાં આવી રહ્યું છે. ડો.એન.જે.મેઘાણી માનદ સેવા આપી રહ્યા છે. માઇગ્રેન, સાયટીકા, વા, કેન્સર, વાઇ, ચામડીના દર્દો, કિડની, સ્ત્રી રોગ, બાળકોના રોગ, માનસીક રોગ, જ્ઞાનતંતુના દર્દમાં નિ:શુલ્ક નિદાન કરી સારવાર આપવામાં આવે છે. જાહેર જનતાએ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...