• Gujarati News
  • National
  • રાજકોટ | સામાન્ય રીતે 22 વર્ષની ઉંમરે કોઈ યુવાન પોતાના

રાજકોટ | સામાન્ય રીતે 22 વર્ષની ઉંમરે કોઈ યુવાન પોતાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સામાન્ય રીતે 22 વર્ષની ઉંમરે કોઈ યુવાન પોતાના ઘરની જવાબદારી સંભાળી શકતો નથી ત્યારે કાગદડી ગામના દેવ કોરડિયા આ ઉંમરે સરપંચ બનીને ગામની કાયાપલટ કરી નાખી છે. ગામનું સરપંચ પદ સંભાળ્યાના થોડા જ વખતમાં તમામ સુવિધા ઉપલબ્ધ બનાવી છે. જેમાં સીસીરોડ, શૌચાલય, શાળામાં ડિજિટલ શિક્ષણનો સમાવેશ થાય છે.વધુમાં યુવા સરપંચ દેવ કોરડિયાએ ગામમાં જે સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે. તેની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે.ગામના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે, સિનિયર સિટિઝનને વધુ સગવડ મળે તે માટેના ગામના સરપંચ દેવ કોરડિયાના અનેક આયોજનો હાથ પર છે. દેવ કોરડિયા વર્ષ 2017માં ચૂંટણી લડ્યા હતા અને તેઓ 100 મતથી વિજેતા બન્યા હતા.ગામને આર્થિક, સામાજિક રીતે સશક્ત કરવાના ઉદેશથી તેઓએ જાહેર જીવન પસંદ કર્યું. મહત્ત્વની વાત એ છે કે દેવ કોરડિયાના પરિવારમાંથી અત્યાર સુધી કોઈ ચૂંટણી લડ્યું નથી. તેઓ ગામના અને પરિવારના એક માત્ર એવા યુવાન છે કે જેણે ગામનું સરપંચ પદ સંભાળ્યું છે, અને સરપંચ પદ સંભાળતાની સાથે જ તેઓએ અનેક પહેલ કરી. જેમાં ઈન્ડિયન આર્મી માટે ઘર દીઠ 10 રૂપિયા ઉઘરાવી 15 હજારનો ફાળો એકત્રિત કર્યો. ભવિષ્યમાં આ પ્રથા આખા રાજકોટ જિલ્લામાં લાગુ કરવાની ખેવના તેઓ ધરાવે છે. દેવ કોરડિયાના પ્રયાસો ગામના વિકાસ માટેના છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે એટીએમ મશીનથી પાણી પૂરું પાડવું.ગામમાં પાણીની તંગી ન સર્જાઈ અને લોકોને આસાનીથી પાણી મળી રહે તે માટે એટીએમ મારફતે પાણી મળતું થશે. જેમાં 5 રૂપિયામાં 20 લિટર પાણી મળશે.વધુમાં ગામનું સરપંચ પદ સંભાળ્યા પછી કાગદડી ગામમાં કોઈ કલેક્ટરે પ્રથમ વખત મુલાકાત લીધી. 70 વર્ષ પછી ગામમાં કોઈ કલેક્ટર આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...