તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot રામકૃષ્ણ આશ્રમમાં રવિવારે ધ્યાન શિબિર

રામકૃષ્ણ આશ્રમમાં રવિવારે ધ્યાન શિબિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભગિની નિવેદિતાની 150મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં આગામી તારીખ 7 ઓક્ટોબરને રવિવારે સવારે 8.30થી બપોરે 12.30 કલાક સુધી રામકૃષ્ણ આશ્રમના વિવેક હોલમાં એક ધ્યાન શિબિરનું આયોજન કરાયું છે. આ ધ્યાન શિબિર કાર્યક્રમમાં ધ્યાન વિશે પ્રવચન, પ્રશ્નોત્તરી સત્ર અને ધ્યાન વિશે વ્યાવહારિક માર્ગદર્શનનો સમાવેશ થાય છે. સ્વામી વિવેકાનંદે કહે છે કે, ધ્યાનની શક્તિ આપણને બધું જ આપે છે. આ શિબિરમાં ભાગ લેવા માટેનો પ્રવેશ શુલ્ક માત્ર 50 રૂપિયા છે જેમાં ભોજન, ચા અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે. વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે રામકૃષ્ણ આશ્રમ, ડૉ.યાજ્ઞિક રોડના કાર્યાલયનો સંપર્ક કરવા આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદજી સ્વામીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...