તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot 10 હજાર અધ્યાપકો સાતમા પગારપંચથી વંચિત, CMને રજૂઆત

10 હજાર અધ્યાપકો સાતમા પગારપંચથી વંચિત, CMને રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત ગુજરાતની તમામ કોલેજો અને યુનિવર્સિટીના 10 હજાર જેટલા અધ્યાપકો હજુ પણ સાતમા પગારપંચથી વંચિત રહેલા હોય જાન્યુઆરી-2016થી અધ્યાપકોને તેનો લાભ એરિયર્સ સાથે આપવા સુટાના પૂર્વ પ્રમુખ ડો.જયદીપસિંહ ડોડિયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે, દેશમાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોએ જાન્યુઆરી-2016થી યુજીસીનું સાતમું પગારપંચ આપી દીધું છે ત્યારે આ બાબતે ગતિશીલ ગુજરાતની પીછેહઠ દુર્ભાગ્યપૂર્ણ છે. આ બાબતે યોગ્ય નિર્ણય નહીં કરાય તો જરૂર પડ્યે વિદ્યાર્થીઓનો સહયોગ લઇને નાછૂટકે અધ્યાપકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ફરજ પડશે તેમ અંતમાં ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...