• Gujarati News
  • National
  • મનપાના બોર્ડમાં 25 કોર્પોરેટરે 50 પ્રશ્નો પૂછયા

મનપાના બોર્ડમાં 25 કોર્પોરેટરે 50 પ્રશ્નો પૂછયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

મનપાનું આગામી 13મી ઓગસ્ટે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. જેમાં 25 કોર્પોરેટરોએ 50 પ્રશ્નો પૂછ્યા છે. પ્રશ્નની શરૂઆત ભાજપના કોર્પોરેટરથી થશે. બીજો પ્રશ્ન વિપક્ષી કોર્પોરેટરના છે. મનપાના સેક્રેટરી વિભાગમાંથી મળતી માહિતી મુજબ જનરલ બોર્ડમાં કોંગ્રેસના 15 કોર્પોરેટરોના 39 અને ભાજપના 10 કોર્પોરટરોના 11 પ્રશ્નો મૂકવામાં આવશે. બોર્ડમાં પ્રથમ પ્રશ્ન ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીનો ફૂડ વિભાગે કરેલી કામગીરીને લગતો છે, જ્યારે બીજો પ્રશ્ન વોર્ડ નં.11ના કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાનો વોર્ડમાં સ્વિમિંગ પૂલ બનાવાવ માટે ટેન્ડર બહાર પાડ્યા બાદ કામ કેમ ચાલુ કરવામાં આવ્યું નથી તે અંગેનેા છે. જનરલ બોર્ડના એજન્ડામાં હાઉસિંગ ઇમ્પ્રૂવમેન્ટ સમિતિના સભ્યની નિમણૂક અંગેની દરખાસ્ત છે. આ સમિતિના સભ્યપદેથી ઉપનેતા મનસુખ કાલરિયાએ રાજીનામું આપતા કોંગ્રેસના ઉર્વશીબા જાડેજાની નિમણૂક થાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...