તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot 12મીએ શિક્ષણ બોર્ડની સભા, રાત્રિશાળા શરૂ કરવા પ્રસ્તાવ

12મીએ શિક્ષણ બોર્ડની સભા, રાત્રિશાળા શરૂ કરવા પ્રસ્તાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી 12મીએ ગાંધીનગર ખાતે સામાન્ય સભા મળનારી છે ત્યારે બોર્ડના સિનિયર સભ્ય ડો.પ્રિયવદન કોરાટે ધો.9 થી 12માં રાત્રિશાળા શરૂ કરવા માટે પ્રસ્તાવ મુક્યો છે, તેમજ પરીક્ષાર્થીને જિલ્લામથકે પસંદ કરેલા પરીક્ષા સ્થળે પરીક્ષા આપવા માટે છૂટ આપવા પણ પ્રસ્તાવ કર્યો છે.

ડો.કોરાટે રજૂ કરેલા પ્રસ્તાવમાં જણાવ્યું છે કે, રાજ્યમાં માત્ર દિવસ દરમિયાન શાળાઓ ચલાવવામાં આવે છે. રાત્રિશાળાઓની ગુજરાતમાં જોગવાઇ નથી. મહારાષ્ટ્રમાં ધો.11 અને 12 જુનિયર કોલેજ તથા મુંબઇ યુનિવર્સિટી દ્વારા રાત્રિકોલેજ ચલાવવામાં આવે છે જેને કારણે શ્રમજીવી અને આર્થિક કારણોસર કે પોતાના ધંધાની જવાબદારીના કારણે દિવસ દરમિયાન રેગ્યુલર અભ્યાસમાં નહીં જઇ શકતા વિદ્યાર્થીઓ રાત્રિકોલેજમાં જઇ અભ્યાસનો લાભ લઇ શકે છે. આવા શુભ હેતુથી રાજ્યમાં ધો.9 થી 12ની રાત્રિ શાળાઓની વિદ્યાર્થીઓના હિતમાં મંજૂરી આપવા માગણી કરી છે.

બીજા પ્રસ્તાવમાં જણાવ્યા અનુસાર ધો.10 અને 12ના જાહેર પરીક્ષા કેન્દ્રો પૈકી અમુક પરીક્ષા કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરવામાં આવે છે કે, જ્યાં સામૂહિક રીતે પરીક્ષામાં ચોરી થતી હોય છે. આ સંવેદનશીલ કેન્દ્રો પર પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ પૈકી અમુક તેજસ્વી અને પ્રમાણિક પરીક્ષાર્થીઓ કે જે ચોરી કરવા માગતા નથી, પરંતુ પરીક્ષા કેન્દ્રનું વાતાવરણ તેને પ્રમાણિકપણે પરીક્ષા આપવામાં નડતરરૂપ થાય છે આવા પરીક્ષાર્થીઓને દરેક જિલ્લા મથકે અમુક ચોક્કસ પરીક્ષા સ્થળની શિક્ષણ બોર્ડ દ્વારા પસંદગી કરવામાં આવે કે જ્યાં કોઇ જાતના કોપીકેસ કે ચોરી થતી જ ન હોય તેવા પરીક્ષાના સ્થળે પ્રમાણિક રીતે પરીક્ષા આપવા ઇચ્છતા હોય એવા પરીક્ષાર્થીઓને જિલ્લા મથકે પસંદ કરેલા કેન્દ્ર પર પરીક્ષા આપવા છૂટ આપવા માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...