• Gujarati News
  • National
  • લોહી વહેતું અટકાવવાના ઈન્જેક્શનની સિવિલમાં અછત, રોકડેથી ખરીદતા દર્દી

લોહી વહેતું અટકાવવાના ઈન્જેક્શનની સિવિલમાં અછત, રોકડેથી ખરીદતા દર્દી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અકસ્માત સહિતના ઈમરજન્સીના કેસ સતત આવતા હોય છે. અકસ્માતના કેસમાં માથામાં કે પછી ઈન્ટર્નલ બ્લીડિંગ વધુ થતું હોય છે. આ લોહીને રોકવા માટે ઈન્જેક્શન આપવા પડે છે. ભાસ્કરે ઈમરજન્સી વોર્ડમાં તપાસ કરતા જાણવા મળ્યું કે મોટા ભાગના અકસ્માતના કેસમાં લોહી રોકવા માટે ઈન્જેક્શન મેડિકલ સ્ટોરમાંથી લેવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આ ઈન્જેક્શનની અછત અથવા તો બીજા કોઇ કારણોને લીધે દર્દીઓના સ્વજનોને તબીબો ચિઠ્ઠી આપીને મેડિકલ સ્ટોરમાંથી ખરીદ કરવાની ફરજ પાડે છે. અકસ્માતમાં આવા ઈન્જેક્શનની જરૂરિયાત ખૂબ રહેતી હોય છે. ખાસ કરીને સિવિલમાં આવા કેસ ખૂબ આવે છે છતાં ઈન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે અથવા તો બીજા કોઇ કારણોસર આપવામાં આવતા નથી. તેના બદલે દર્દીઓના સ્વજનોને ફરજ પરના તબીબો નાના કાગળ પર ઈન્જેક્શન લખી આપે છે જે તેમને મેડિકલ સ્ટોરમાંથી ખરીદ કરવાનું રહે છે.

સ્ટોરમાં તપાસ કરવામાં આવશે
સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતાને ભાસ્કરે આ સ્થિતિની જાણ કરી હતી અને ઈન્જેક્શનના નામ મોકલ્યા હતા. તેમણે આ વિશે જણાવ્યું હતું કે, તેઓ સ્ટોરમાં આ પ્રકારના ઈન્જેક્શનનો સ્ટોક છે કે નહીં તે તપાસ કરશે અને જો અછત હશે તો તેને મગાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...