તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot સરકારી શાળાના બાળ વૈજ્ઞાનિકોના ત્રણ પ્રોજેક્ટની રાજ્યકક્ષાએ પસંદગી

સરકારી શાળાના બાળ વૈજ્ઞાનિકોના ત્રણ પ્રોજેક્ટની રાજ્યકક્ષાએ પસંદગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં સરકારી સ્કૂલના બાળ વૈજ્ઞાનિકોની 3 સહિત કુલ 10 કૃતિઓ રાજ્યકક્ષાના પ્રદર્શન માટે પસંદગી પામી છે. જેમાં રાજકોટ શહેરની બે ખાનગી સ્કૂલોનો સમાવેશ પણ થાય છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યએ આપેલી માહિતી મુજબ જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શનમાંથી ઉજળા પ્રાથમિક શાળાની ઇનોવેટિવ સ્પ્રેયર, બળધોઇ પ્રાથમિક શાળાની થર્મોઇલેક્ટ્રિક જનરેટર, રસુલપરા પ્રાથમિક શાળાની માઇક્રો આલ્ગી કેમ્પ, બારવણ પ્રાથમિક શાળાની ડિજિટલ રમકડાં, રાતૈયા પ્રાથમિક શાળાની ડીજીએચડી માઇક્રોસ્કોપ, છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા નં.66ની આયુર્વેદિક છોડના ઉપયોગથી ઘઉંના પાકમાં રોગ અટકાવવો, શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા નં.69ની વેક્યુમ ક્લીનર, શ્રેયસ વિદ્યાલયની ફિટનેસ વોશિંગ મશીન, કે.જી.ધોળકિયા સ્કૂલની બયોપ્લાસ્ટિક અને શ્રી સંત પુનિત પ્રાથમિક શાળા નં.87ની સરળ રીતે ગુરુતમ સાધારણ અવયવ અને પઝલની કૃતિ રાજ્યકક્ષા માટે પસંદગી પામી છે. આ સિધ્ધિ બદલ અભિનંદન પણ પાઠવાયા છે.

અન્ય સમાચારો પણ છે...