તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રીમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે

ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રીમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોનનું ભવ્ય આયોજન કરાયું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારિક વાતાવરણમાં 5000થી વધુ ખેલૈયાઓ મન મૂકીને રમી શકે તે માટે આધુનિક જેબીએલની મ્યુઝિક સિસ્ટમ રાખવામાં આવી છે. લેઉવા પટેલ સમાજના ભાઇ-બહેનો ઉપરાંત દરેક સમાજના બહેનો પણ આ વર્ષે ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોનમાં ગરબે રમી શકશે.

ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોન દ્વારા 150 ફૂટ રિંગ રોડ, નાનામવા સર્કલ પાસે, પેટ્રોલપંપની બાજુમાં તા.10 થી 18 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. આ વર્ષે ગરબાના સ્પેશિયલ સિંગર દીપક જોશી, હાર્દિક ડોડિયા, હીના મીર તેમજ એન્કર તરીકે મીરા દોશી મણિયાર તેમજ મિલન ગોહેલ મેગાસ્ટાર ઓરકેસ્ટ્રાને સથવારે રાસની રમઝટ બોલાવશે. ગુજરાતનું નામાંકિત સાઉન્ડ જેબીએલ વર્ટિકલ 4889-1 રાખવામાં આવી છે. આ વખતે પ્રથમવાર બ્રાસ બેન્ડના સૂર પણ નોર્થ ઝોનમાં સાંભળવા મળશે. રાસ મહોત્સવનું લાઇવ ટેલિકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે વિશાળ એલઇડી સ્ક્રીનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રીના નવ દિવસ દરમ્યાન વેલડ્રેસ તથા કિડ્સ માટે પણ ઇનામોની વણઝાર રાખવામાં આવી છે. સુરક્ષા માટે સિક્યોરિટીની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને સ્વયંસેવકોની ફોજ મેદાનમાં તૈનાત રહેશે. વધુ માહિતી માટે ખોડલધામ ટ્રસ્ટ કાર્યાલય કિંગ હાઇટ્સ એપા.ની બાજુમાં, નર્મદા પાર્ક સામે, અમીન માર્ગ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોનના આયોજકોએ વ્યવસ્થા પૂર્ણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...